________________
ઉપાધ્યાય યશોવિજયજી : સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ
કારણ કે પ્રકરણનાં નામો જ યતિ-સાધુ અથવા સંસારને ત્યજનાર માટેના આવશ્યક ગુણોનો પરિપૂર્ણ ચિતાર આપે છે. આવી કાવ્યમય શૈલીની ઉપદેશ-પદ્ધતિ મને તો જીવનમાં પહેલી વાર જ જોવા મળી છે. એ દૃષ્ટિએ આ અદ્વિતીય રચના છે.
સામાન્ય રીતે કોઈ પણ સાધક - એ શ્રાવક હોય કે યતિ એને માટે અપૂર્ણતાથી પૂર્ણતા તરફ ગતિ કરવાનો ઉપદેશ ગ્રંથમાત્રમાં મળી આવે પરંતુ અહીં પદ્ધતિ તદ્દન જુદી જ અપનાવી છે. પ્રથમ અષ્ટકનું નામ પૂર્ણાષ્ટક અને ચર્ચાનો આરંભ પૂર્ણતાથી અને છેલ્લું અષ્ટક સર્વનયાશ્રયણા જે સહુ પૂર્ણતા સુધી પહોંચાડનાર નયની ચર્ચા કરે. આ નવીન ઉપદેશ પદ્ધતિ હરકોઈને સ્પર્શી જાય તેવી કહી શકાય.
ગ્રંથનું નામ છે ‘જ્ઞાનસાર’ એને આપણે સાતે વિભક્તિઓથી સાર્થક ગણાવી શકીએ.
પ્રથમા
ज्ञानम् एव सारम् (કર્તા) દ્વિતીયા જ્ઞાનમ્ સારમ્ સ્મિન્ (કર્મ) તૃતીયા જ્ઞાનેન સારમ્ (કરણ) ચતુર્થી જ્ઞાનાય સારમ્ (સંપ્રદાન) પંચમી જ્ઞાનાત્ સારમ્ (અપાદાન)
=
ज्ञानस्य सारम्
ષષ્ઠી
(શેષ-સંબંધ)
સપ્તમી જ્ઞાને સારમ્
(આધાર-અધિકરણ)
ટૂંકમાં, જ્ઞાનનાં સર્વમાન્ય એવાં સર્વ પાસાંઓનું સમ્યક્ દર્શન આ ગ્રંથ કરાવી આપવા
સમર્થ છે.
183
સિદ્ધાંતની દૃષ્ટિએ અહીં જ્ઞાનકર્મ-સમુચ્ચયવાદીની ચર્ચા છે. પ્રથમ જ્ઞાનનું મહત્ત્વ દર્શાવાયું છે. તે પણ કાવ્યમય રીતે
क्रियाशून्यं च यज्ज्ञानं ज्ञानशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव F
ક્રિયા વિનાનું જ્ઞાન અને જ્ઞાન વિનાની કિયા આ બન્નેનાં અંત૨-ભેદ – સૂર્ય અને આગિયા જેવાં છે. તેઓ જ્ઞાનં માર: યિાં વિના એ સિદ્ધાંતને સ્વીકારે છે. વેદાન્ત દર્શનમાં એક શાખા જ્ઞાનકર્મસમુચ્ચયવાદને સ્વીકારે છે. તેઓ મુજબ –
उभाभ्यामेव पक्षाभ्यां यथा खे पक्षिणो गतिः । तथैव ज्ञानकर्माभ्यां प्राप्यते शाश्वती गतिः 11 ઉપાધ્યાય યશોવિજયજી મુજબ
1
क्रियाविरहितं हन्त ज्ञानमात्रमनर्थकम् गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ।।
ક્રિયા વિનાનું કેવળ જ્ઞાન નિરર્થક છે રસ્તાને જાણનારો પણ ચાલવાની ગતિરૂપી ક્રિયા ન કરે તો ઇચ્છેલી નગરીએ પહોંચે નહીં. વળી
-