________________
182
ગણી શકાય તેવા જ્ઞાનસારના કર્તા ઉપાધ્યાય યશોવિજયજી છે.
ઇતિહાસ મુજબ વિક્રમ સંવત ૧૬૮૦થી ૧૭૪૩ સુધી તેઓએ આ પૃથ્વીને પાવન કરી હતી. ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના ધીણોજ ગામથી ચારેક કિલોમીટર દૂર આવેલા કનોડુ ગામમાંથી શ્રી નારાયણ અને શ્રીમતી સોભાગદે(સૌભાગ્યદેવી)ને ત્યાં તેઓનો જન્મ થયો. મૂળ નામ જશવંત. નામ તેવા ગુણ પાછળથી ખીલ્યા. પંડિતવર્ય પ.પૂ. નયવિજયજી પાસે અણહિલવાડ પાટણમાં નાની ઉંમરમાં દીક્ષા લીધી. પૂર્વના સંસ્કાર કારણભૂત ગણાય. અમદાવાદમાં અવધાનનો અદ્ભુત પ્રયોગ કરી બતાવ્યો. આઠ વ્યક્તિના આઠ આઠ પ્રશ્નો એટલે કુલ ૬૪ પ્રશ્નોના ઉત્તરો આપી સહુને મંત્રમુગ્ધ કર્યા. ધનજી સૂરા નામના વેપારીની સહાયથી કાશી જઈને ભણ્યા.
ઉપાધ્યાય યશોવિજયજીની વિવિધ શાસ્ત્રોની અનેક કૃતિઓ મળી આવે છે. તેમાંની મોટા ભાગની સ્વલિખિત હોવાથી પરિપૂર્ણ રીતે આધારભૂત જ ગણાય. કેટલીકનાં નામો જ તેઓની વિદ્વત્તાનું દર્શન કરાવી આપશે; જેમ કે,
અધ્યાત્મમતપરીક્ષા
અધ્યાત્મોપનિષદ
ગુરુતત્ત્વવિનિશ્ચય
યતિલક્ષત્રિસમુચ્ચય
(૧)
(૩)
(૫)
(6)
(૯) નયોપદેશ
(૧૧)
(૧૩)
(૨) અધ્યાત્મસાર
(૪)
(૬)
(c)
દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા
નયરહસ્ય
(૧૦) નયપ્રદીપ
(૧૨)
જ્ઞાનસાર
(૧૪) પ્રતિમાશતક વગેરે.
સંસ્કૃત ગ્રંથો ઉપરાંત તેઓએ ગુજરાતીમાં પણ અનેક રાસ, સ્તવનો, સજ્ઝાયોની રચના કરી છે. આ તેઓની બહુમુખી પ્રતિભા અને સતત પરિશ્રમની સાક્ષી પૂરે છે.
જ્ઞાનબિંદુ
ન્યાયલોક
ગૌતમ પટેલ
જૈનતર્કપરિભાષા
આપણે અહીં કેવળ ૫.પૂ. ઉપાધ્યાય યશોવિજયજીના ‘જ્ઞાનસાર’ ગ્રંથને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીશું. જ્ઞાનસારના વિષયો કુલ ૩૨ અષ્ટકોમાં વિભક્ત છે અને એ બત્રીસે પ્રકરણની યાદી નીચે પ્રમાણે છે :
पूर्णो मग्नः स्थिरोऽमोहो ज्ञानी शान्तो जितेन्द्रियः । त्यागी क्रियापरस्तृप्तो निर्लेपो निःस्पृहो मुनिः ।। विद्याविवेकसम्पन्नो मध्यस्थो भयवर्जितः 1 अनात्मशंसकस्तत्त्वदृष्टिः सर्वसमृद्धिमान् ध्याता कर्मविपाकानामुद्विग्नो भववारिधेः लोकसंज्ञाविनिर्मुक्तः शास्त्रदृग् निष्परिग्रहः शुद्धानुभववान् योगी नियागप्रतिपत्तिमान् भावार्चाध्यानतपसां भूमिः सर्वनयाश्रितः
આ યાદી ઉપાધ્યાય યશોવિજયજીનાં દર્શન અને કવિત્વની મહત્તાની પરિચાયક છે
יון