________________
23
ગૌતમ પટેલ
ઉપાધ્યાય યશોવિજયજી : સમન્વયવાદી તત્ત્વવેત્તા કવિ
न विकाराय विश्वस्योपकारायैव निर्मिताः । स्फुरत्कारुण्यपीयूषवृष्टयस्तत्त्वदृष्टयः ।।૧
વિશ્વમાં વિકાર માટે નહીં પણ ઉપકાર માટે તત્ત્વદષ્ટિવાળા મહાનુભાવોનું નિર્માણ કોઈ મન-વાણીથી પર એવું તત્ત્વ કરતું હોય છે. આ તત્ત્વવેત્તાઓ ઉપાધ્યાય યશોવિજયજી અનુસાર ‘સ્ફુરત્કારુન્યપીયૂષવૃદય: - સ્ફુરતી કરુણારૂપી અમૃતની વૃષ્ટિવાળા’ હોય છે. કહેવાય છે
=
Mahavira heard the cry of a dying goat at the sacrifical alter and he was touched at the depth of his heart by Karunathe mercy. Buddha was touched by the poor plight of an old, ill and a dead body and a fountain of mercy sprung in his hear. શંકરાચાર્યને શ્રુતિસ્મૃતિપુરાળાનામાલયંગાતયમ્ કહ્યા. તો વાલ્મીકિના હૃદયમાં ક્રોધવધદર્શનથી જન્મેલો શોક શ્લોક બન્યો. પરિણામે વિશ્વને રામાયણ જેવું અભૂતપૂર્વ કાવ્ય મળ્યું. શ્રીમદ્ ભાગવત પુરાણના કર્તા શુકદેવજીને સંસારીઓ ઉ૫૨ કરુણા ઊપજી અને ગુહ્ય પુરાણ આપ્યું. અન્ય ધર્મોમાં ઈશુની કરુણાનાં ગીતો ગવાય છે. જ્ઞાનસારના કર્તા ઉપાધ્યાય યશોવિજયજી પ્રકાંડ પંડિત, સર્વશાસ્ત્રવિશારદ હોવા ઉપરાંત ‘કરુણાપીયૂષવૃષ્ટિ’ કરનાર છે એવું એમના જ ઉપર્યુક્ત શ્લોકના શબ્દોમાં કહેવાનું મન થાય છે.
૩
श्रेयार्थिनो हि भूयांसो लोके लोकोत्तरे न च । स्तोका हि रत्नवणिजः स्तोकाश्च स्वात्मसाधकाः ।।
આ લોકમાં શ્રેયાર્થી ઘણા હોય છે, પણ પરલોક માટે નહીં. રત્નોનો વેપાર કરનારા બહુ થોડા હોય અને સ્વાત્મસાધક-આત્મદર્શનમાં પ્રીતિવાળા પણ બહુ થોડા હોય. આવા અલ્પસંખ્યકોમાં અગ્રગણ્ય