________________
180
સ્વામી શ્રી નિખિલેશ્વરાનંદજી ન્યુ ડિસ્કવરીઝ' નામનો ગ્રંથ ક ભાગોમાં પ્રકાશિત કરી અભૂતપૂર્વ કાર્ય કરનાર મેરી લૂઈ બર્ક (સિસ્ટર ગાર્ગી) લખે છે –
The Hume - Vivekananda letters set off a bitter debate which lasted into the early part of 1895 and which was published in various widely read periodicals such as the Forum, the Arena, the Monist, and so on. The principal antagonists were, on the missionary side : The Right Reverend Mr. J. M. Thoburn Missionary Bishop to India and Malaysia, Mr. Fred Powers, Rev. J. M. Muller and Rev. E. M. Wherry, and on the Hindu side : Mr. Virchand R. Gandhi and Mr. Purushottam Rao Telang. (Vol.I, P.464-468).
આ તરફ જ્યારે શ્રી વિરચંદ ગાંધીને તેમની જ જ્ઞાતિના લોકો નાતબહાર મૂકવાની ઝુંબેશ ઉપાડી રહ્યા હતા ત્યારે તેમના પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં સ્વામીજીએ જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈને શિકાગોથી નવેમ્બર ૧૮૯૪ના પત્રમાં લખ્યું હતું, “પાશ્ચાત્ય લોકોની સફળતાનું રહસ્ય છે - હળીમળીને કામ કરવાની અને સંગઠનની શક્તિ. પરસ્પર વિશ્વાસ અને સહાયતા દ્વારા જ આ શક્ય છે. હવે અહીં વિરચંદ ગાંધી છે, જેમને તમે મુંબઈમાં સારી રીતે ઓળખતા હતા. આ વ્યક્તિ આ ભયંકર ઋતુમાં પણ શુદ્ધ શાકાહાર સિવાય બીજો કોઈ ખોરાક લેતા નથી અને પોતાના ધર્મ અને દેશવાસીઓને બચાવવાનો ભરપૂર પ્રયત્ન કરી રહ્યા છે. આ દેશના લોકો તેને ખૂબ ચાહે છે પણ જેઓએ તેમને અહીં મોકલ્યા તેઓ શું કરી રહ્યા છે ? તેઓ તેમને નાતબહાર કાઢી મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ઈર્ષા ગુલામોમાં સાહજિક રીતે જન્મે છે અને આ ઈર્ષા જ તેમને અધોગતિના માર્ગમાં જકડી રાખે છે.”
ધર્મપરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મનું પ્રતિનિધિત્વ કરનાર આ બંને મહાન જ્યોતિર્ધરોને આપણાં વિશેષ વંદન.