________________
ભારતના બે મહાન જ્યોતિર્ધરો
179
પોંડિચેરીના પંડિતોએ સ્વામીજીની વિદેશયાત્રાના ઇરાદા વિરુદ્ધ સખત વિરોધ નોંધાવ્યો હતો. વિદેશથી પાછા ફર્યા પછી વિશ્વવિજયી બન્યા પછી પણ તેમને આ માટે ઘણું સહન કરવું પડ્યું હતું.
જૈન ધર્મના પ્રતિનિધિ તરીકે શિકાગોની ધર્મ પરિષદમાં ભાગ લેવા પૂ. આત્મારામજી મહારાજને નિમંત્રણ મળ્યું હતું. પણ જૈનાચાર પ્રમાણે વિદેશયાત્રા થઈ ન શકે. આથી તેમણે “ધ જૈન એસોસિએશન ઓફ ઇન્ડિયા'ના મંત્રી શ્રી વિરચંદભાઈને છ મહિના સુધી પોતાની પાસે જૈન ધર્મનો વિશિષ્ટ અભ્યાસ કરાવ્યો અને ‘શિકાગો પ્રશ્નોત્તર” નામનો ગ્રંથ પરિષદને લક્ષ્યમાં રાખીને તૈયાર કરાવ્યો. પણ શ્રી વીરચંદભાઈની વિદેશયાત્રાના વિરોધમાં ૯મી જુલાઈ ૧૮૯૩ના રોજ એક જાહેર પત્રિકા બહાર પાડવામાં આવી. જેની નીચે ૧૩૭ જૈનોની સહી હતી. વિદેશથી પાછા ફર્યા બાદ શ્રી વિરચંદભાઈની સભાઓમાં ધાંધલ મચી, ખુરશીઓ ઊછળી. “વીરચંદ ગાંધીને નાત બહાર મૂકોના લોકોએ નારા લગાવ્યા અને અન્ય ધમકીઓ પણ મળી. સમાજની આવી સ્થિતિમાં બંને મહાવીરોએ સાચા ધર્મની સમજણ આપી. સત્યમાં અડગ રહ્યા અને ધર્મની રક્ષા કરી. દેશની કીર્તિ વધારી.
બંને મહાપુરુષો એકબીજાના ચાહક અને પ્રશંસક હતા. શ્રી વીરચંદભાઈએ ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદનો કેવો પ્રભાવ હતો તેની પ્રશંસા કરતાં અમેરિકાથી પ્રકાશિત પત્રિકા એરેના'(Arena)ના જાન્યુ. ૧૮૯૫ના અંકમાં લખ્યું હતું, ‘શિકાગો ધર્મ પરિષદની આ હકીકત છે કે ભારતના એક સુંદર વક્તાના ભાષણ બાદ કૉલમ્બસ હૉલના ત્રીજા ભાગના અને ક્યારેક તો બે તૃતીયાંશ ભાગના લોકો બહાર ભાગવા માંડતા.” આ પ્રભાવી વક્તા સ્વામી વિવેકાનંદ જ હતા તેનો પુરાવો નોર્ધમ્પટન ડેઇલી હેરાલ્ડ' (એપ્રિલ ૧૧, ૧૮૯૪)ના વર્ણન પરથી મળે છે : “શિકાગો ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદને કાર્યક્રમના અંત સુધી બોલવા દેવામાં આવતા નહીં. ઉદ્દેશ એ કે લોકો રાત્રિના અંત સુધી બેઠા રહે.. જે દિવસે ગરમી વધારે પડી હોય અને કોઈ પ્રોફેસરે ખૂબ લાંબું ભાષણ ચલાવ્યું હોય અને લોકો સેંકડોની સંખ્યામાં હૉલ છોડીને જવા માંડતા ત્યારે એક જ જાહેરાતની આવશ્યકતા રહેતી કે સ્વામી વિવેકાનંદ એક સંક્ષિપ્ત ભાષણ, કાર્યક્રમના અંતે આપશે અને હજારો લોકો તેમનું પંદર મિનિટનું ભાષણ સાંભળવા કલાકો રાહ જોતા.'
ઈર્ષા એ આપણા દેશનો જાતિગત દોષ છે, તેમ સ્વામી વિવેકાનંદ કહેતા. સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં અસાધારણ ખ્યાતિ પ્રાપ્ત કરવા માંડ્યા ત્યારે તેમના ભારતીય મિત્રો જ ખ્રિસ્તી મિશનરીઓની સાથે મળીને તેમની વિરુદ્ધ ભ્રામક પ્રચાર કરવા લાગ્યા. ત્યાં સુધી કે તેમના ચારિત્ર્ય પર પણ દોષારોપણ કરવા માંડ્યા. આવા કપરા સમયમાં સ્વામીજીના હિતેષી જૂનાગઢના દિવાન હરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીના અમેરિકન મિત્રોને પત્રમાં સ્વામીજીના ઉમદા ચારિત્ર્ય વિશે લખી તેમને આ નિંદાદોષમાંથી બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રક્રિયામાં જૂનાગઢના દીવાનજીના સંપર્કમાં આવેલ અને સ્વામીજીના સહૃદયી મિત્ર શ્રી વીરચંદ ગાંધીએ પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી. ખ્રિસ્તી મિશનરી મિ. હ્યુમ સાથે સ્વામીજીનો વિવાદ સર્જાયો ત્યારે સમાચારપત્રોમાં જાણે કે એક યુદ્ધ છેડાઈ ગયું. આવા કપરા સંજોગોમાં તેમની તરફેણમાં ત્યારે શ્રી વિરચંદ ગાંધી અને શ્રી પુરુષોત્તમ રાવ તેલંગ જ હતા. સ્વામી વિવેકાનંદ વિશે શોધકાર્ય કરી વિવેકાનંદ ઇન ધ વેસ્ટ