________________
184
ગૌતમ પટેલ
स्वानुकूलां क्रियां काले ज्ञानपूणोऽप्यपेक्षते ।
प्रदीप: स्वप्रकाशोऽपि तैलपूर्त्यादिकं यथा ।। જ્ઞાનથી પરિપૂર્ણ વ્યક્તિ માટે પણ પોતાને અનુકૂળ ક્રિયાની અપેક્ષા રહે છે. દીવો સ્વયં પ્રકાશ છે છતાં તેને તેલ વગેરે પૂરવાની અપેક્ષા રહે છે. ભોજન છે એવું થાળીમાં પડેલું જાણ્યું - જ્ઞાન થયું પણ તેને હાથમાં લઈ મોઢામાં મૂકવાની ક્રિયા તો કરવી જ પડે ને ! આમ એકલું જ્ઞાન નહીં, ક્રિયા પણ જરૂરી છે. આદિ શંકરાચાર્ય કહે છે -
आप्तोक्तिं खननं तथोपरिशिलाद्युत्कर्षणं स्वीकृति निक्षेपः समपेक्षते न हि बहिः शब्दैस्तु निर्गच्छति । तद्वद् ब्रह्मविदोपदेशमननध्यानादिभिर्लभ्यते ।
मायाकार्यतिरोहितं स्वममलं तत्त्वं न दुर्युक्तिभिः ।। જેમ ધરતીમાં દાટેલું ધન પહેલાં કોઈ વિશ્વસ્ત વ્યક્તિનું કથન સાંભળી પછી ખોદવું, તે પછી ઉપરથી શિલા વગેરે દૂર કરવી આ બધાની અપેક્ષા રાખે છે. કેવળ બાહ્ય શબ્દો બોલવાથી મળી જતું નથી. તે જ રીતે પ્રથમ બ્રહ્મજ્ઞાનીનો ઉપદેશ ગ્રહણ કરી ચિંતન, મનન, ધ્યાન વગેરે સાધના કરવાથી માયા અને તેના કાર્યથી છુપાયેલું આત્મતત્ત્વરૂપી નિર્મળ તત્ત્વ પ્રાપ્ત થાય છે, ખોટી ખોટી યુક્તિઓથી નહીં.
જ્ઞાનથી પૂત એટલે પવિત્ર એવી ક્રિયાનું મહત્ત્વ સમજાવતાં કાવ્યમય રીતે ઉપાધ્યાય યશોવિજયજી નોંધે છે -
જ્ઞાનપૂતાં રેડવ્યાહૂ: ાિં હેમરોપનીમ્ |
___ युक्तं तदपि तद्भावं न तद् भग्नापि सोज्झति ।। જ્ઞાનપૂત કિયા તો સોનાનો ઘડો, એ ભાંગી જાય તો પણ તેનું મૂલ્ય ન બદલાય. અહીં પ્રેમને સુવર્ણઘટ અને મોહને માટીનો ઘડો ગણાવનાર અંગ્રેજ કવિ શેલી સહજ યાદ આવી જાય છે. Great minds think alike.
તપ કરવું જરૂરી છે' એવું જાણ્યું એટલે એ વિષયનું જ્ઞાન થયું કહેવાય. પણ તપ કરીએ નહીં, તેને ક્રિયામાં રૂપાંતરિત કરીએ નહીં તો એ જ્ઞાન કોઈ કામનું ન રહે. જિનેન્દ્રિય થવું એ જ્ઞાન શાસ્ત્ર કે ગુરુજન પાસેથી મેળવ્યું પણ ઇન્દ્રિયવિજયનો આરંભ જ ન કર્યો તો એ જ્ઞાન કેવળ ભારરૂપ કહેવાય. આથી મહાભારત કહે છે - વારમવો ઘર્મ: ૧૦ - જ્ઞાન અને ચારિત્ર્યવિષયક મહામના ઉપાધ્યાયજીનું મંતવ્ય રોચક અને ઉપાદેય છે. જીવનમાં સિદ્ધિદ્વારની એ ગુરુચાવી કહી શકાય.
चारित्र्यं विरतिः पूर्णा ज्ञानस्योत्कर्ष एव हि ।
ज्ञानाद्वैतनये दृष्टिदेया तद्योगसिद्धये ।।" પૂર્ણવિરતિ એટલે વૈરાગ્યમય ચરિત્ર – કહોને ધર્મમય પૂર્ણાચાર. અને એ જ જ્ઞાનનો ઉત્કર્ષ છે. માટે તેના યોગની સિદ્ધિ માટે કેવળ જ્ઞાનનયને વિશે દૃષ્ટિ કરવી.
શ્લેષાત્મક રીતે જ્ઞાનસારનું કાવ્યમય મહત્ત્વ માણવા જેવું છે -