________________
વર્તમાન સમયમાં જેન-સંસ્કારનું મહત્ત્વ
175
કરવા જે સંઘર્ષો થાય છે તે વિનાશ સર્જે છે. માટે જીવવા માટે જોઈએ તે ઉપરાંત ઇચ્છાઓનો ત્યાગ કરવો જોઈએ. જૈન સાધુજીવન આ સંસ્કારની પરાકાષ્ઠા છે. વર્તમાન સમયમાં આ સંસ્કાર અપનાવવામાં આવે તો એક સ્વસ્થ સમાજનો જન્મ થાય. પોતાના કુટુંબના તથા આશ્રિતોના જીવનવ્યવહાર જેટલું રાખી, ઉપરના દ્રવ્યને જો બીજાના શ્રેય માટે વાપરવામાં આવે તો સમાજમાં કલ્યાણ પ્રવર્તે.
૪. સૈદ્ધાંતિક સંસ્કારો : જૈન સિદ્ધાંત અનેકાંતવાદ' એ એવો અમૂલ્ય સંસ્કાર છે કે જે સર્વત્ર સુખ, શાંતિ, મૈત્રીનો ઉજાસ પાથરી શકે છે.
અનેકાંતવાદ એટલે “વસ્તુનું જુદા જુદા દૃષ્ટિબિંદુથી કથન કરવું. એક જ વસ્તુના દેખીતી રીતે વિરોધી દેખાતા ગુણો, પણ વાસ્તવિક રીતે તેમાં રહેલા અવિરોધીપણાનો પ્રામાણિક સ્વીકાર કરવો.” જેવી રીતે એક જ પુરુષ કોઈનો પિતા, કોઈનો પુત્ર, કોઈનો સાળો, કોઈનો બનેવી હોઈ શકે. આ બધા વિરોધી દેખાતા હોવા છતાં બધા જ દૃષ્ટિકોણથી જોતાં સાચા છે. આમ વાસ્તવિક અવિરોધીપણાનું ગવેષણ કરી તે વિચારોનો સમન્વય કરી આપે તે અનેકાંતવાદ અથવા સ્યાદ્વાદ છે. આ એક અદ્ભુત સંસ્કાર છે જે વર્તમાન સમયમાં ખૂબ જ ઉપયોગી છે. કારણ કે (૧) અનેકાંતવાદના આ સિદ્ધાંતથી સહિષ્ણુતા પેદા થાય છે (૨) બનાવ, વસ્તુ કે વ્યક્તિ વિશે બધા જ દૃષ્ટિકોણથી વિચારધારા થાય છે. તેથી અનેકાંતવાદ સંઘર્ષોને ટાળી અમૃતમય જીવન અર્પે છે. (૩) અનેકાંતવાદ વિગ્રહો, સંઘર્ષો અને અશાંતિને મિટાવી નમ્રતા, વિવેક, અહિંસા, મિત્રતા, ધૈર્ય, બંધુત્વ વગેરે અનેક ગુણો ખીલવી શકે છે. (૪) નવું દિશાસૂચન આપી વિશ્વશાંતિ, મૈત્રી લાવી શકે છે. (૫) સમાજની વિષમતા દૂર કરી સમગ્ર માનવજીવનને આશીર્વાદરૂપ બની શકે છે. (૯) અસહિષ્ણુતા, દંભ, ઈર્ષા, હિંસા જેવા દોષોને દૂર કરી શકે છે.
વર્તમાન સમયમાં તો આ સ્યાદ્વાદનું ઘણું મૂલ્ય છે. આજે એ વિચાર-આચારમાં અનેકાંતવાદને અનુસરવામાં આવે તો કલ્યાણ રાજ્યને વાસ્તવિક બનાવી શકાય. અનેકાંતવાદની જેટલી પ્રશસ્તિ કરીએ તેટલી ઓછી છે.
જૈન સંસ્કારો અંગે પાશ્ચાત્ય અને ભારતીય વિદ્વાનોના અભિપ્રાયો જોઈએ :
(૧) “હું મારા દેશવાસીઓને બતાવીશ કે જેને સંસ્કારોમાં કેવા ઉત્તમ વિચારો અને નિયમ છે”. - ડૉ. જોન્સ હર્ટલ (જર્મની)
(૨) મનુષ્યોના વિકાસ – પ્રગતિ માટે જૈન સંસ્કારો ખૂબ જ લાભકારી છે. આ સંસ્કારો અસલી, સ્વતંત્ર અને બહુ મૂલ્યવાન છે. – ડૉ. એ. ગિરનાટ
(૩) સંસ્કારોના વિષયમાં જૈન સંસ્કારો પરમ પરાકાષ્ઠારૂપ છે. – ડૉ. પરડોલ્ટ
(૪) “જૈન ધર્મના સિદ્ધાંત મને ખૂબ જ પ્રિય છે. મારી ઇચ્છા છે કે બીજા જન્મ હું જૈન કુળમાં જન્મ પ્રાપ્ત કરું.” – જ્યોર્જ બર્નાર્ડ શો * (૫) જૈન સંસ્કારો એવા અદ્વિતીય છે કે તે પ્રાણીમાત્રની રક્ષા કરવા માટે સક્રિય પ્રેરણા આપે છે. – ઓડી કાર્જરી (અમેરિકન વિદુષી)