________________
176
છાયાબહેન શાહ (૬) અહિંસા તત્ત્વના સૌથી મહાન પ્રચારક મહાવીર સ્વામી જ હતા. – ગાંધીજી
(૭) જો વિરોધી સજ્જન જૈન સાહિત્યનો અભ્યાસ અને મનન સૂક્ષ્મપણે કરે તો તેમનો વિરોધ સમાપ્ત થઈ જાય. – ડૉ. ગંગાનાથ ઝા
ઉપસંહાર : આમ આ ચારે પ્રકારના જૈન સંસ્કારો અદ્દભુત છે, અનુકરણીય છે, આચરણમાં મૂકવા યોગ્ય છે, પ્રશંસનીય છે, કલ્યાણકારી છે. વર્તમાન સમયમાં તેને અનુસરવામાં આવે તો બધાં જ અનિષ્ટ તત્ત્વોને વિદાય લેવી પડે. પ્રેમ, શાંતિ અને સુખનું સામ્રાજ્ય ફેલાય.
આવા જૈન સંસ્કારોની સમજ સૌ કોઈને પ્રાપ્ત થાય તો એને પરિણામે એમના જીવનમાં સતત પ્રકાશ પથરાયેલો રહે.