________________
174
છાયાબહેન શાહ
સારી રીતે જીવન વિતાવ્યા પછી આધ્યાત્મિક માર્ગે ડગ ભરવામાં જ સાચું હિત છે. તેથી જ તો અનેક ભૌતિક સુખો પ્રાપ્ય હોવા છતાં બધા જ તીર્થંકર પ્રભુએ ત્યાગનો માર્ગ જ સ્વીકાર્યો. જૈનદર્શને આધ્યાત્મિક માર્ગે જવા માટે પાંચ પ્રકારના સંસ્કારો આપ્યા છે :
(૧) અહિંસા – બીજા જીવોને મન-વચન-કાયાથી હણવા નહીં, મારવા નહીં. જૈનદર્શનની આખી ઇમારત અહિંસાના પાયા પર ઊભી છે. અહીં અત્યંત સૂક્ષ્મ જીવોની હિંસાથી પણ વિરમવાનું છે. દરેકને પોતાનું જીવન પ્રિય છે તેથી કોઈને બીજાને મારવાનો અધિકાર નથી. તેથી બાળપણથી જ બાળકોને આ સંસ્કાર આપવામાં આવે છે કે કંદમૂળ ખવાય નહીં, રાત્રિ-ભોજન થાય નહીં, પર્વતિથિના દિવસે શાકનો ત્યાગ - અહિંસાનો આ જૈન સંસ્કાર અત્યંત સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારવામાં આવ્યો છે. બીજા જીવોને માત્ર હણવા એ જ હિંસા નથી, પરંતુ બીજા જીવોને અભિહયા = લાતે માર્યા હોય, વરિયા = ધૂળ વડે ઢાંક્યા હોય, લેસિયા = ભોંય સાથે ઘસાયા હોય, સંઘાઈયા = અરસપરસ શરીર દ્વારા અફળાવાયા હોય, સંઘટ્ટિયા = થોડો સ્પર્શ કરાયા હોય, પરિયાવિયા = પરિતાપ (દુઃખ) ઉપજાવ્યા હોય, કિલામિયા = ખેદ પમાડ્યા હોય. ઉદ્દવિયા = બિવરાવ્યા હોય તે પણ હિંસા જ છે.
અહિંસાનો આ સંસ્કાર જો અપનાવવામાં આવે તો વર્તમાન યુગમાં પ્રવર્તતી અનેક બદીઓ દૂર થઈ જાય. આજના યુગનાં કેટલાંક અનિષ્ટો જેવાં કે માંસાહાર, પશુઓની કલેઆમ, બોમ્બથી વેરેલો વિનાશ, ખૂન, હત્યા, યુદ્ધ આ બધાંને નષ્ટ કરવાની શક્તિ આ અહિંસાના સંસ્કારમાં રહેલી છે. આ બધું દૂર થતાં આપણે સૌ શાંતિ અને સુખનો અનુભવ પણ કરી શકીશું.
(૨) સત્ય – હિત-મીત-પ્રિય બોલવું તે સત્ય છે. સત્યનો સંસ્કાર અહિંસાના સંસ્કારને પુષ્ટ કરે છે. મહાભારતના પાંડુ પુત્રોએ સત્યમાર્ગને ક્યારેય ન ત્યાગ્યો તો અંતે તેમનો વિજય થયો. પ્રલોભનો આવે તોપણ અસત્યનો સાથ ન લેવો. મૃષાવાદનો ત્યાગ કરવો. વર્તમાન યુગમાં આ સંસ્કાર પણ મહત્ત્વનો ભાગ ભજવી શકે તેમ છે. જૂઠાં વચનો, જૂઠી વાતો, જૂઠાં ભાષણો વગેરે નર્યો મૃષાવાદ છે. સત્યનો સંસ્કાર આ બધું છોડાવે છે. સરળતા અર્પે છે.
(૩) અચૌર્ય – “અદત્તાદાન' = નહીં આપેલું લેવું નહીં તે અચૌર્યનો સંસ્કાર છે. અચૌર્યનો સંસ્કાર ઘણાં અનિષ્ટોથી બચાવે છે. ચોરી કરનાર વ્યક્તિ આબરૂ ગુમાવે છે, કાનૂનીય સજા મેળવે છે, એનું આખું કુટુંબ દુઃખી થાય છે. આ જૈન સંસ્કાર આજના સમયમાં ઘણું પરિવર્તન લાવી શકે છે. આજે થતી કરચોરી, માલમાં ભેળસેળની ચોરી, નેતા દ્વારા થતી સંપત્તિની ચોરી, લૂંટફાટ બધું જ અચૌર્યનો સંસ્કાર દૂર કરી શકે છે.
(૪) વ્યભિચાર ત્યાગ – આ સંસ્કાર શીખવે છે કે વ્યક્તિએ સંયમમાં રહેવું જોઈએ. ઇચ્છાઓને અંકુશમાં રાખવી જોઈએ, બીજાનું શોષણ ન કરવું જોઈએ. આજે જ્યારે વ્યભિચાર વકર્યો છે, બળાત્કારના કિસ્સાઓ વધતા જાય છે, સ્ત્રીવર્ગ અસલામત છે, ત્યારે આ સંસ્કાર માનવીની અશુભ વૃત્તિઓને કાબૂમાં રાખી શકે છે. ઘણાં અનિષ્ટોને નષ્ટ કરી નાખી શકે છે.
(૫) અપરિગ્રહ : ગાંધીજી જૈનોના આ સંસ્કારથી ખૂબ જ પ્રભાવિત હતા. તેમણે આ સંસ્કારનું આચરણ પણ કરેલું. પરિગ્રહ જ સર્વ પાપોનું મૂળ છે. જીવનજરૂરિયાત સિવાયની વસ્તુઓને પ્રાપ્ત