________________
વર્તમાન સમયમાં જેન-સંસ્કારનું મહત્ત્વ
173
(૬) ‘કાળે સાત્મ્યઃ ભોજનં' અર્થાત્ ભોજન નિયત કાળે જ કરવું. કારણ કે ઉદરમાં પાચક ૨સો નિયમિત જાગે છે. વળી પહેલાંનું ભોજન પતે પછી જ નવું ભોજન કરવું.
(૭) માતાપિતાને ભોજન, વસ્ત્ર, શય્યા, શક્તિ અનુસાર પોતાના કરતાં સવાયાં આપીને ભક્તિ ક૨વાની.
(૮) પોતાની જવાબદારીવાળા પોષ્યવર્ગનું કુટુંબાદિનું પોષણ કરવું.
(૯) અતિથિ એટલે તિથિ વગર ગમે ત્યારે આવે તેવા મુનિ, સાધુ, સજ્જન ઉપરાંત દીન-હીન, દુઃખી માણસ ઘરે આવી ચઢે તો તેમની યથાયોગ્ય સરભરા કરવી.
(૧૦) બીજાની નિંદા કરવી નહીં કે સાંભળવી નહીં. નિંદા એ મહાન દોષ છે, એથી હૃદયમાં કાળાશ, પ્રેમભંગ વગેરેનું નુકસાન નીપજે છે.
(૧૧) મનમાં ક્યારેય દુરાગ્રહ ન રાખવો. નહીં તો અપકીર્તિ થાય.
(૧૨) અયોગ્ય જગ્યાઓએ જવું નહીં. નહીં તો ક્યારેક ખોટું કલંક લાગે.
(૧૩) દરેક કામમાં પગલું માંડતાં પહેલાં ઠેઠ પરિણામ સુધી નજર પહોંચાડવી. દીર્ઘદૃષ્ટિ રાખવી જેથી પછી પસ્તાવું ન પડે.
(૧૪) હંમેશાં કાર્ય-અકાર્ય, સાર-અસાર, વાચ્ય-અવાચ્ય, લાભ-નુકસાન વગેરેનો વિવેક ક૨વો તેમજ નવું નવું જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો.
(૧૫) સ્વજીવન કે પરજીવન, સર્વત્ર ગુણ તરફ રુચિ રાખવી. દોષ તરફ નહિ. હંમેશાં ગુણના પક્ષપાતી બનવું.
(૧૬) કોઈના થોડા ઉપકારને પણ ભૂલવો નહીં. કૃતજ્ઞ બની ઉપકારનો બદલો વાળવા તત્પર
રહેવું.
(૧૭) હૈયું બને તેટલું કૂણું—કોમળ–દયાળુ રાખી, શક્ય તન–મન-ધનથી દયા કરતા રહેવું. ક્યારેય નિર્દય થવું નહીં.
(૧૮) હંમેશાં સત્પુરુષોનો સત્સંગ કરવો, દુર્જનોથી દૂર રહેવું.
(૧૯) આપત્તિમાં ધૈર્ય રાખવું અને સંપત્તિમાં નમ્રતા રાખવી.
(૨૦) બીજાના ગુણોની હંમેશાં પ્રશંસા કરવી.
(૨૧) અતિ નિદ્રા, વિષય-કષાય, વિકથા, પ્રમાદનો ત્યાગ કરવો.
જીવનશૈલી ઘડનાર આ સંસ્કારો જીવનને મઘમઘતું કરે છે. આવા જૈન સંસ્કારો જો વિશ્વવ્યાપી બને, દરેક બાળકને પહેલેથી જ આપવામાં આવે તો વિશ્વભરમાં ચમત્કાર સર્જાઈ જાય. સમગ્ર વિશ્વમાંથી યુદ્ધ – અશાંતિ – ભય – દુઃખ – સંઘર્ષનો નાશ થઈ જાય. કદાચ મનુષ્યનાં દુષ્કૃત્યોથી ક્રોધિત થયેલી કુદરત પણ શાંત થઈ જાય અને પ્રસન્ન બની મનુષ્યનું કલ્યાણ કરે.
૩. આધ્યાત્મિક સંસ્કારો : દરેક ભારતીય દર્શનના મહાન પુરુષોએ એ સિદ્ધ કરીને બતાવ્યું છે કે સાચું સુખ ‘ત્યાગ'માં જ છે. બાકી બધા સુખાભાસ છે. જૈનદર્શન પણ માને છે કે સંસારમાં