________________
મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધનની સમસ્યાઓ
111
કર્તાનિર્દેશક નથી, પણ “મતિ અનુસાર' એ અર્થમાં છે. આ અર્થમાં અનેક કૃતિઓમાં કવિઓએ “મતિસાર' શબ્દ વાપર્યાનું મળી આવે છે. આ કૃતિની બે હસ્તપ્રતોની પુષ્યિકામાં પણ કર્તાનામ જિનરાજસૂરિ મળે છે.
પ્રાચીન છંદસંગ્રહમાં “શ્રી વીર સ્વામીનો છંદની અંતિમ કડીના શબ્દો છે: “પુન્યઉદય હુઓ ગુરુ આજ મેરો, વિવેકે લહ્યો પ્રભુ દર્શન તેરો.” પુસ્તકના સંપાદકે “પુન્યઉદય’ શબ્દોથી દોરવાઈને કૃતિને કવિ પુન્યઉદયના નામે દર્શાવી છે. હકીકતે કૃતિના કર્તા વિવેક છે. પંક્તિમાં જ એ નામ મળે છે.
આ રીતે સંશોધક-સંપાદક દ્વારા ખોટાં અર્થઘટનોને કારણે વાચકો સુધી ભળતું જ કર્તાનામ પહોંચે છે. કર્તાપરિચયમાં ખોટું અર્થઘટન :
જૈન કૃતિ-અંતર્ગત શબ્દોના ખોટા અર્થઘટનથી કર્તાના નામના (કર્તુત્વના) કોયડા સર્જાય છે. એ રીતે કર્તાપરિચયમાં પણ પંક્તિનાં ખોટાં અર્થઘટનો સમસ્યા ઊભી કરે છે. દા.ત. જયવંતસૂરિકૃત ‘ઋષિદના રાસના એક સંપાદનમાં જયવંતસૂરિ બાલબ્રહ્મચારી હોવાનું જણાવાયું છે. પંક્તિઓના ખોટા અર્થાન્વયથી આમ થયું છે. પંક્તિઓ આ પ્રમાણે છે :
નેમિનાથ જયંતી રાજલિ પુહુતી ગઢ ગિરનારિ રે,
જયવંતસૂરિસામી તિહાં મિલીઉ આ બાલબ્રહ્મચારી રે.” વાસ્તવમાં અહીં જયવંતસૂરિના સ્વામી એવા નેમિનાથને બાલબ્રહ્મચારી કહેવામાં આવ્યા છે. એટલે સંપાદકનું પંક્તિઓના આધારે થયેલું કથન ક્ષતિયુક્ત ગણાય. કર્તાની જીવનઘટનાઓના સમયનિર્દેશોનો અભાવ :
મધ્યકાળમાં ઘણા સાધુકવિઓનાં ચરિત્રો એમના શિષ્યોને હાથે રચાયાં હોઈ જન્મ, દીક્ષા, . આચાર્યપદ વગેરેની ચરિત્રાત્મક માહિતી પ્રાપ્ત થાય છે. પણ સાથે કેટલાક એવા મહત્ત્વના સાધુકવિ
છે જેમના જન્મ-અવસાનના સમયનિર્દેશો આવી કૃતિમાંથી પ્રાપ્ત થતા નથી. “સુજસવેલી ભાસ'માં ઉપા. યશોવિજયજીનું જન્મવર્ષ ઉપલબ્ધ નથી. જોકે દીક્ષાવર્ષ સં. ૧૯૮૮ મળે છે. અને એ પરથી અનુમાને કહી શકાય કે જો બાર-તેર વર્ષની ઉમરે એમની બાલદીક્ષા થઈ હોય તો એમનું જન્મવર્ષ સં. ૧૯૭૫ આસપાસનું ગણી શકાય.
જયવંતસૂરિ જેવા મહત્ત્વના કવિનાં જન્મ, દીક્ષા, આચાર્યપદવી કે અવસાનનાં વર્ષો ક્યાંયે નોંધાયાં નથી. આવું બને ત્યારે એમની કૃતિઓનાં રચ્યાવર્ષોના આધારે એમના જીવનકાળનો નિર્ણય લેવાનો થાય છે. પરિણામે એમાં પણ મતમતાંતરો જોવા મળે છે. કૃતિના રચનાવર્ષની સમસ્યા :
મધ્યકાલીન જૈન સાહિત્યમાં જેમ કર્તુત્વના કોયડાઓ છે તેમ કૃતિના રચનાસમય અંગે પણ સમસ્યાઓ રહે છે. ખાસ કરીને દીર્ઘ કૃતિઓમાં કર્તા કૃતિના અંતભાગે સ્વઓળખની સાથે કૃતિનું રચનાવર્ષ પણ આપતા હોય છે. પણ એવી કેટલીયે કૃતિઓ છે જેમાં રચનાવર્ષ અપાયું જ ન હોય.