________________
કાંતીભાઈ બી. શાહ
ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રકાશિત કરેલા ‘ગુજરાતી સાહિત્યકોશ’માં મધ્યકાળના આવા ઘણા સાધુકવિઓનાં અધિકરણોમાં કર્તાની ઓળખ નિશ્ચિત કરી શકાઈ નથી.
110
આ તો ઓળખ વિનાનાં કવિનામોની વાત થઈ, પરંતુ એવી પણ ઘણી કૃતિઓ છે જેમાં કર્તાનું નામ જ ન હોવાને કારણે એવી કૃતિઓના કર્તા અજ્ઞાત જ રહ્યા છે ને પરિણામે એવી કૃતિઓને અજ્ઞાતકૃત જ ગણવામાં આવી છે.
‘વસંતવિલાસ ’ નામની કાવ્યસૌંદર્યે ઓપતી મધ્યકાળની અત્યંત પ્રસિદ્ધ કૃતિના કર્તા અદ્યાપિપર્યંત અજ્ઞાત જ રહ્યા છે. અને પરિણામે એ કવિ જૈન કે જૈનેતર છે, એ કેવળ અનુમાનનો વિષય બની રહ્યો છે. જોકે એ કવિ જૈનેતર હોવાની સંભાવના વિશેષ જણાવાઈ છે.
મધ્યકાળમાં પદ્યસાહિત્યની તુલનાએ ગદ્યસાહિત્યનું પ્રમાણ ઘણું ઓછું છે. એમાં બાલાવબોધો, વર્ણકો, પટ્ટાવલિઓ, પ્રશ્નોત્તરી, ઔક્તિકો, વિજ્ઞપ્તિપત્રો વગેરેનો સમાવેશ થાય. પણ આ બધામાં મોટો હિસ્સો બાલાવબોધોનો છે. ‘જૈન ગૂર્જર કવિઓ'માં નોંધાયેલા બાલાવબોધીની સંખ્યા એક હજારે પહોંચવા જાય છે. પણ આગળ કહ્યું તેમ એમાંથી પ્રકાશિત થયેલ બાલાવબોધોની સંખ્યા ૩૦થી વધારે નથી. એ રીતે બાલાવબોધોના ક્ષેત્રે પ્રકાશનનું ઘણું કામ કરવાનું બાકી રહે છે. જોકે મોટા ભાગના બાલાવબોધો અજ્ઞાતકર્તૃક જ દર્શાવાયા છે અને કોઈ એક જ ગ્રંથ ઉપર અનેકને હાથે એ રચાયેલા છે. જોકે એક જ ગ્રંથ ઉપર રચાયેલા, આવા અજ્ઞાતકર્તૃક બાલાવબોધોની હસ્તપ્રતો એકત્ર કરીને સરખાવવામાં આવે તો એવું બને કે એમાંથી કોઈ નામધારી કર્તાના બાલાવબોધની જ એ બીજી પ્રત હોઈ શકે.
ખોટાં અર્થઘટનોથી થતી કર્તાઓળખની ભૂલો
:
અહીં સુધી તો મૂળ કૃતિમાં કે હસ્તપ્રતની પુષ્પિકામાં કર્તાનામ અપાયું જ ન હોય કે પર્યાપ્ત ઓળખ વિનાનું હોય ત્યારે કર્તાના કોયડાની વાત કરી. પણ ઘણી વાર એવું પણ બને છે કે કૃતિમાં કર્તાની ઓળખ અપાયા છતાં સંશોધક-સંપાદક દ્વારા શબ્દોનું ખોટું અર્થઘટન થવાને કારણે એકને બદલે અન્યનું કર્તૃત્વ માની લેવામાં આવે છે.
‘ઘુલિભદ્દ રાસુ’ નામની એક કૃતિની છેલ્લી પંક્તિ ‘થુલભદ્દ જિણ-ધમ્મુ કહેવિ, દેવલોકિ પહુતઉ જાએવિ’માંના ‘ધમ્મુ’ શબ્દથી દોરવાઈને ‘જૈ.ગૂ.ક.’ ભા. ૧માં શ્રી મો. દ. દેસાઈએ કૃતિના કર્તા ધર્મ (?) હોવાની સંભાવના દર્શાવી છે. (અલબત્ત પ્રશ્નાર્થચિહ્ન મૂકીને.) પરંતુ ‘પ્રાચીન ગૂર્જ૨ કાવ્યસંચય'માં સંપાદકો હ. ચૂ. ભાયાણી અને અગરચંદ નાહટાએ તો સ્પષ્ટ આ કૃતિના કર્તાને અજ્ઞાત જ કહ્યા છે.
એ જ રીતે ‘સ્થૂલિભદ્ર કવિત/ચરિત'ના અંતમાં પંક્તિ છે : ‘ચાંદ્રગછિ ગિરૂઆ સુપસાઇ સિરિ સોમસુંદરસૂરિ’. એને આધારે સંપાદકે કૃતિના કર્તા સોમસુંદરસૂરિને ગણાવ્યા છે. પણ અહીં પંક્તિના ખોટા અર્થઘટનથી આમ થયું છે. હકીકતે કૃતિના કર્તા સોમસુંદરસૂરિના શિષ્ય છે. અહીં પંક્તિનો અર્થ એવો થાય કે ‘સોમસુંદરસૂરિના પ્રસાદથી એમના શિષ્ય આ રચના કરી છે.’
વિદેશી સંશોધક અર્નેસ્ટ બેન્ડરે એમના ‘સાલિભદ્ર-ધન્ના ચરિત'ના સંપાદનમાં કૃતિના કર્તા મતિસાર કહ્યા છે. હકીકતમાં કૃતિના કર્તા જિનરાજસૂરિ છે. કૃતિમાં આવતો ‘મતિસાર' શબ્દ