________________
મધ્યકાલીન જૈન સાહિત્યના સંશોધનની
સમસ્યાઓ
સંશોધન અને વિવેચન :
કોઈ પણ સાહિત્યનું જ્યારે વિવેચન કરવામાં આવે છે ત્યારે તે સાહિત્યરચનાના આંતરવિશ્વમાં જઈને આપણે એનો આસ્વાદરસાસ્વાદ કરીએ છીએ. કાવ્યકળાનાં ધોરણોને આધારે, એની સ્વરૂપગત લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને આપણે કૃતિનું મૂલ્યાંકન કરીએ છીએ. જ્યારે સાહિત્યનું સંશોધન એ રીતે જુદું પડે છે કે એ બહારના જગત સાથે કામ પાડે છે. સંશોધન વસ્તુલક્ષી પ્રક્રિયા છે. સાહિત્યમાં તથ્યોની માવજતની, સત્યાસત્યની એ તપાસ કરે છે. જોકે સંશોધન અને વિવેચન બંને પરસ્પરાશ્રયી છે તેનો પણ સ્વીકાર કરવાનો રહે છે.
સંશોધનની પૂર્વશરત છે જિજ્ઞાસા અને સંશય. કોઈ કૃતિના રચનાસમય અંગે જિજ્ઞાસા થાય કે કોઈ કૃતિના કર્તુત્વ અંગે સંશય જાગે અને એની તપાસ કરવામાં આવે એ સંશોધનનું ક્ષેત્ર છે. આમ સંશોધન હકીકતો સાથે, તથ્યો સાથે, બાહ્ય જગતના વાસ્તવ સાથે નિસ્બત રાખે છે. સંક્ષેપમાં કહીએ તો સંશોધન એ સત્યની નજીક પહોંચવાનો પ્રયાસ છે. સ્વાધ્યાય એ સંશોધનની પ્રક્રિયાને બળ પૂરું પાડનારું તત્ત્વ છે.
આ લેખમાં આપણે મધ્યકાલીન જૈન સાહિત્યના સંદર્ભે સંશોધનની સમસ્યાઓ વિચારવાની છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય :
મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય ૭૦૦ વર્ષના સમયપટ પર, ઈશુની ૧૨મી સદીના ઉત્તરાર્ધથી લઈ ૧૯મી સદીના પૂર્વાર્ધ સુધી
કાંતિભાઈ બી.
શાહ