________________
આચાર્ય મહાપ્રજ્ઞની સાહિત્યસૃષ્ટિ
પ્રકીર્ણ : મહાપ્રજ્ઞનું ચિંતન અને શ્રુતસર્જન માત્ર અધ્યાત્મ પૂરતું સીમિત ન હતું. વિવિધ વિષયો પ૨ એમણે વિપુલ સાહિત્ય રચ્યું હતું. ‘ગીતા : સંદેશ ઔર પ્રયોગ'માં તેઓ લખે છે કે “ગીતા આધ્યાત્મિક અને દાર્શનિક બંને છે. એમાં નય દૃષ્ટિનો પગ પગ પર ઉપયોગ થયો છે. ગીતા કેવળ સિદ્ધાંત જ નહીં પણ એક પ્રયોગગ્રંથ છે.” આ ઉપરાંત એમના ‘કથાસંગ્રહ' ભાગ ૧-૩માં બોધકથાઓનો ભંડાર છે. સૌથી વધુ સાહિત્ય એમનાં ગંભીર પ્રવચનોના સંગ્રહ રૂપે ૩૦ ભાગમાં પ્રકાશિત થયું છે. એમના અન્ય ગ્રંથો છે – (૧) અમૃત પિટક, (૨) કાર્યકૌશલ કે સૂત્ર, (૩) કુછ દેખા, કુછ સુના, કુછ સમઝા, (૪) કૈસી હો ઇક્કીસવીં શતાબ્દી, (૫) કૈસે હો સકતા હૈ શુભ ભવિષ્ય કા નિર્માણ, (૬) ગુરુતા કો નમન, (૭) ચિર યૌવન કા રહસ્ય, (૮) જાગતિક સંકટ પર નયા પ્રકાશ, (૯) નયે જીવન કા નિર્માણ, (૧૦) નયા માનવ : નયા વિશ્વ, (૧૧) નિષ્પત્તિ (૧૨) પરિવાર કે સાથ કૈસે રહેં ? (૧૩) પર્યાવરણ : સમસ્યા ઔર સમાધાન, (૧૪) પાથેય, (૧૫) પ્રતિદિન, (૧૬) પ્રસ્તુતિ, (૧૭) પ્રાકૃત વાક્યરચના બોધ, (૧૮) માનવતા કા ભવિષ્ય, (૧૯) મુક્તભોગ કી સમસ્યા ઔર બ્રહ્મચર્ય, (૨૦) મેરી માઁ, (૨૧) મેરે જીવન કે રહસ્ય.
103