________________
શિલ્પ કંડારાય છે મૌન રહેતા તે “શબ્દાસ્તુ છિન્નાયા !” જે ઘાટ રચા અને કેઈકવાર તે તેના પ્રશ્નો સાંભળી યતિરાજ વિચારમાં પડી જતા. “આટલી ઉંમરમાં પણ જ્ઞાનાવરણીયને કે ક્ષપશમ છે? જે પ્રશ્ન મેટી ઉંમરનાને નથી થતે તે આ નાના મેહનને થાય છે! ખરેખર તે આ મોહન છૂપું અણમોલ રત્ન છે. મારે તેને હવે પ્રકાશમાં લાવવું જોઈએ.”
આધ્યાત્મિક તાલીમ આગળ વધી. પ્રતિકમણનાં સૂત્રો, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, છે કર્મગ્રંથ વગેરે એણે મોઢે કરી લીધા તેમજ તેના અર્થ પણ બરાબર સમજી લીધા. શ્રી ઉમાસ્વાતિ રચિત “તત્ત્વાર્થસૂત્ર”નું તે સારી રીતે અવગાહન કરી લીધું. અર્હત્ પ્રવચનને સર્વ સાર તેમાં સંગ્રહાયેલું છે. મેહનને તેમાંથી જૈનધર્મના સિદ્ધાંતને સુસ્પષ્ટ ને સુરેખ ખ્યાલ આવી ગયે. એ ભણીને તેમજ તેને સાંગોપાંગ સમજીને જૈનધર્મ એક શ્રેષ્ઠ ધર્મ છે તેની તેને પ્રતીતિ થઈ ગઈ.
શિષ્યની દિનપ્રતિદિન વધતી પ્રગતિ જોઈને કયા ગુરુને આનંદ ન થાય ? મેહન, યતિરાજને મન માત્ર શિષ્ય જ ન હતો. ભવિષ્યને એ તેમને વારસદાર પણ હતો. આથી તેની પ્રગતિ જોઈને તેમની છાતી ફુલી નહોતી સમાતી. કેક કેકવાર તે તેમની આંખમાંથી હર્ષનાં આંસુ પણ આવી જતાં હતાં.
વૃક્ષને ફળ આવતાં તેની ડાળીઓ વધુ નમ્ર બને છે. મેહન પણ વિદ્યાનાં ફળ આવતાં વધુ નમ્ર બન્યું. ગુરુને એ હવે વધુ વિનય કરતે થયો. કારણ આ વાત એ સારી પેઠે શીખી ગયે હતું કે એકાદ અક્ષરનું દાન આપનાર દાતાના ઉપકારને બદલે જીવનમાં ક્યારેય વાળી શકાતો નથી. તે આટઆટલું દાન કરનાર એવા મહાદાતા મહાગુરુને તે બદલે કયારેય વાળી શકાશે ? તેવા મહાગુરુને જેટલે વિનય કરવામાં આવે તેટલે અલ્પ છે.
વિનીત શિષ્ય વિશિષ્ટ જ્ઞાનને અધિકારી બને છે. મેહન એક એ વિનીત શિષ્ય હતું. આથી ગુરુએ તેને વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિ વિષયે શીખવ્યા. અને તે સાથે જ્યોતિષ, સામુદ્રિક શાસ્ત્ર તથા સ્વરોદય શાસ્ત્ર પણ ભણાવ્યાં. સેળ વરસની ઉંમરે પહોંચતાં તે મેહનને આત્મા જ્ઞાનતેજથી ઝળાંઝળાં થઈ રહ્યો !!
મોહન હવે યતિદીક્ષા માટે પોતે જ પ્રાર્થના કરતું હતું. યતિરાજ તે માટેની તેની યેગ્યતા છે એ જાણતા પણ હતા. આમ બંને આત્માની સાધના સાકાર બની રહી હતી. અને સાધનાના સંતેષને આનંદ બંનેના વદનકમળ પર હસી રહ્યો હતે.
એક લેવાને ચાહક હતો, બીજો આપવાને. રાજીખૂશીને એ સેદે હતે. સમજણની એ સાધના હતી. છતાં હજીય ગુરુ દિક્ષા કેમ નથી આપતા ? શું હજી કંઈક ખૂટે છે? શું સાધના મારી અધૂરી છે? મોહનને આ સવાલના કઈ જ જવાબ નહોતા મળતા.
પણ મેહનની ઉત્સુકતા હવે વધુ દાબી દબાય એમ ન હતી. તે હવે દીક્ષા માટે અધીર બની રહ્યો હતો. તેણે યતિશ્રીને એક દિવસ પૂછી નાંખ્યું—“ગુરુદેવ! શું હજી પણ મને તમારા ભેગે નહિ લે? એ માટે શું હજી હું ચગ્ય નથી બન્યું ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org