________________
૧૦
શ્રી માહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: છે અને મન પર આત્માનું. બૌદ્ધિક અને શારીરિક કેળવણીના મૂળ આધાર આધ્યાત્મિક તાલીમ છે. એ જ તાલીમ જો ન અપાય ને ન લેવાય તે બૌદ્ધિક વિકાસ માત્ર વેદીયા જ અની જાય. અને એ કહેવાતી તંદુરસ્તી આખલાની મસ્તીમાં પરિણમે.
જીવનઘડતરની આપણી પ્રાચીન પરિપાટી ઘણી જ ભવ્ય ને સમૃદ્ધ હતી. તેમાં આધ્યાત્મિક, ઔદ્ધિક ને શારીરિક એ ત્રણેયને ચાગ્ય સમન્વય થતા હતા. જીવનનું અંતિમ લક્ષ્ય સદાય ધ્યાનમાં રખાતું હતું, પરંતુ જ્યારથી (ઇસ્ટ ઇંડિયા કંપની) અગ્રેજ રાજ્યના કાળા પડછાયા આપણા દેશ પર પથરાવા શરૂ થયા અને તેમાંય લાડ મેકલેએ જે દિવસે બ્રિટનની પાર્લામેન્ટમાં, બ્રિટનની પદ્ધતિ પ્રમાણે ભારતવાસીઓને કેળવણી આપવા અંગેનું બીલ રજુ કર્યું અને તે પસાર થતાં જ્યારથી પાશ્ચાત્ય ઢબની અને પાશ્ચાત્ય ભાષા ને સંસ્કારમાં કેળવણી આપવી શરૂ થઇ ત્યારથી પરિસ્થિતિ બદલાતી રહી. આધ્યાત્મિકતા નીચે પડતી ગઇ. તેની મહત્તા એછી થતી ચાલી અને બૌદ્ધિક તેમજ શારીરિક કેળવણી મુખ્ય બનવા લાગી અને આજે તે જાણે એની જ ખેલમાલા છે.
એવા સક્રાંતિકાળમાં આપણા ચરિત્રનાયકનું જીવનઘડતર થવા લાગ્યું. અક્ષરજ્ઞાન તે પેાતાની જન્મભૂમિ ચાંદપુરમાં જ મેળવી લીધું હતું. હિંદી પુસ્તકે તે તે ખરાખર વાંચી શકતા હતા અને આમેય બ્રાહ્મણકુટુંબ એ સરસ્વતીનું નિવાસસ્થાન મનાય છે. તેમાં જન્મ લેનારને સરસ્વતીની સહાય હાય છે. મેાહનને પણ એને સહવાસ હતેા. આથી ઇતિહાસ, ભૂંગાળ તથા ગણિતના અભ્યાસ પણ તેમણે કરી લીધેા હતેા.
અહીં આધ્યાત્મિક કેળવણીના મંડાણ થયાં. મહામત્ર નમસ્કારથી તેનું મંગલાચરણ થયું. જૈનદર્શોનનાં સારરૂપ આ મંત્રનું નિત્ય સ્મરણ કરતાં તેમને આનદ થવા લાગ્યા, અને આગળ જતાં તા એમના જીવનને તે એક શ્વાસ અની ગયા. ઉતા, બેસતા, સુતા જીવનની તમામ ક્રિયા-પ્રક્રિયામાં તે મહામંત્રનું સ્મરણ કરતા. યતિરાજની એ શિક્ષા હતી કે સાચા ભાવથી આ મંત્રનું સ્મરણ કરનાર કદી દુઃખ અનુભવતા નથી. શેાક–સતાપનેા પ્રસંગ કયારેય જીવનમાં ઉભા થતા નથી.
આ પછી સામાયિકનાં સૂત્રા શીખવવામાં આવ્યાં. તેને વિધિ પણ બતાવવામાં આવ્યા. જૈનદર્શનની આ એક અણુમેાલ ભેટ છે. તે સામાયિક માનવમનને સ્થિર કરે છે, તેને શાંતિ આપે છે. અને જીવનમાં સમતા બક્ષે છે. આ સાથે સાથે ચૈત્યવંદના, સ્તુતિએ તેમજ સ્તવને પણ શીખવવામાં આવ્યાં અને દેવદશનનેાવિધિ પણ સમજાવવામાં આવ્યા.
અરિહંતનાં દર્શન કરતાં બાળ મેાહન ખૂબ જ આનંદ અનુભવતા હતા. પ્રભુના પ્રશમરસ ભરેલાં મનમેાહક ચક્ષુ તથા પ્રસન્ન મુખમુદ્રા એને ખૂબ જ ગમતાં અને કલાકા સુધી એ નિમમ ને નિર્મળ વદનને જોઈને બેસી રહેતા. અરિહંતની ધ્યાનસ્થ અવસ્થા પર તે ખૂબ જ ભાવભીને બની જતા હતા.
માહનની બુદ્ધિ તેજ હતી, જિજ્ઞાસા પણ તેનામાં જ્વલંત હતી, તે યતિરાજને અનેક પ્રશ્નો પૂછ્તા. યતિરાજ પણ તેની જિજ્ઞાસાનું સુંદર સમાધાન કરતા. કોઇકવાર યતિશ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org