________________
(
[ 8 ]
કશળ શિલ્પી પિતાના ટાંકણાંથી જડ પથ્થરને પણ એક સજીવ
છે પ્રતિમામાં ફેરવી નાખે છે. કુંભાર પણ માટીમાંથી અનેક ઘાટ ઘડે છે. પેલા ચિત્રકાર પણ પછીના આછા લસરકાથી એક જીવંત છબી ચીતરી દે છે. જડમાંથી જે આટલું ચેતનવંતુ સર્જન થઈ શકે તે ચેતનમાં જ જે ઊર્ધ્વીકરણની પ્રક્રિયા દ્વારા મહેનત કરવામાં આવે તે શું ન બને? આત્મા પરમાત્મા બની શકે છે. ઈતિહાસમાં એવા ચૈતન્ય ઘડતરના અનેક દષ્ટાંત હયાત છે.
આપણા ચરિત્રનાયક મોહનનાં વ્યક્તિત્વના ઘડતરનો એ સમય હતે. એ જીવનશિલ્પના શિલ્પી હતા યતિરાજ શ્રી રૂપચંદ્રજી. તેમણે બીડું ઝડપ્યું હતું કે એક બ્રાહ્મણસુતનું જિન
શાસનને જ્યોતિર્ધમાં રૂપાંતર કરવું. એના જન્મજાત સંસ્કારની ચિકિત્સા કરવાનું ભગીરથ અને મંગલ કાર્ય તેમણે હાથમાં લીધું હતું અને તેમને મેહનના વિચારે, ભાવના ને આચા
નું નવું જ પહેલેથી માંડીને નવસર્જન કરવાનું હતું. અને યતિરાજ હૈયામાં માની મમતા, પિતાને પ્યાર ભરીને એક ધૂની ને આદર્શ શિલ્પીની નિષ્ઠાથી મેહનના જીવનઘડતરના કાર્યમાં લાગી ગયા.
જીવનને એકાદ ખૂણો પણ અવિકસિત રહી જાય તે એ જીવનશિલ્પ અધૂરું છે. યતિશ્રી આ વાત ખૂબ જાણતા હતા. આથી મેહનને વિકાસ એકાંગી ન બની જાય અને એકાદ નાને પણ ખૂણે અણકેળવાયેલો રહી ન જાય તે માટે ખૂબ જ જાગૃત બની કામમાં ડૂબી ગયા.
માનવદેહનાં મુખ્ય અંગે ત્રણ છે. આત્મા, મન અને શરીર. એ ત્રણેયને સુભગ ને યુથાયેગ્ય વિકાસ થાય તે જ જીવન સર્વતોમુખી પ્રગતિ કરી શકે. શરીર પર મનનું પ્રભુત્વ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org