________________
કશન કરશે.
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી મંથ: આંખ ઊઘડી ગઈ. ઊંઘ તૂટી ગઈ. સ્વપ્નને યાદ રાખી તેમણે તે સ્વપ્નનું પરિણામ વિચાર્યું. પતે નિમિત્તશાસ્ત્રના સારા જ્ઞાતા હતા. ભાવિ આગાહીનું આ મંગલ એંધાણ જાણી તેમનું હૈયું આનંદથી નાચી ઊઠયું. કારણ એ સ્વપ્ન એ સૂચવતું હતું કે એક એ શિષ્ય તેમને મળશે કે જે શાસનનું નામ રોશન કરશે.
બનનાર ભાવિની ભૂમિકા સજઈ રહી હતી. વાતાવરણ પણ તેને માફક બની રહ્યું હતું. સમયની જ હવે રાહ બાકી હતી. અને એ સમય પણ આવી ગયે.
યતિ રૂપચંદજી અને બાદરમલ-સુંદરીનું મિલન થયું. યતિને જોતાં જ બંનેના દિલમાં ભાવ ઊભરાવા લાગ્યા. નવ વરસના મોહનને પણ તેમનું ઘેલું લાગ્યું. એક અદશ્ય પ્રબળ શક્તિ યતિશ્રીને તેમજ મેહનને એકબીજા ભણું ખેંચી રહી હતી. બાદરમલે વિનય કરી સ્વપ્નને સાર પૂછયે. યતિશ્રીએ પણ પોતાનું સ્વપ્ન કહી બતાવ્યું.
અને સાર કહેતાં જણાવ્યું કે તમારા મેહનને મને આપી દો. જૈનશાસનને એ. સિતારે: બનશે.
માનું હૃદય વિમાસણ અનુભવી રહ્યું. એનું માતૃત્વ પછડાટ ખાઈ રહ્યું. યતિરાજે પ્રેરણ આપતાં કીધું “ભદ્રે મુંઝવણ થાય છે? પણ તું તારા મેહનને ઘરમાં રાખીને શું કરીશ? તે તે તું આ દેવી ભેટની ગુનેગાર બનીશ. એની પ્રતિભા જ કહે છે કે કોઈ મહાન કાર્ય માટે જ એને જન્મ થયો છે. વિશ્વના કલ્યાણ માટે એ જન્મે છે. ભ! મમતાના પાશમાં શા માટે એક મહાન ભાવિને રૂંધી નાંખે છે?” અને આટલું કહી યતિશ્રીએ વિશ્વમાતા પાહિની અને ચંગદેવની વાત કરી.
ઘડીમાં તે સુંદરીએ ઘણું જ મથામણ અનુભવી. ના, ના, મેહનને જાતે ન કરાય. પણ ઘડી પછી જ બીજે વિચાર આવતે અને પુત્રને મહાન બનતે જોઈ એ રાચી ઊઠતી અને મનમાં બોલી ઊઠતી. અને ધરી દઉં મોહનને. લાલ મારે ભલે મહાન બને.
અને પ્રેય ને શ્રેયની આ ખેંચતાણમાં આખરે શ્રેયની જીત થઈ. સુંદરીએ મમતાને કાબૂમાં રાખી અને વિશ્વકલ્યાણની ભાવનાને વહાલી કરી. અને યતિશ્રીના ચરણે મેહનને તેણે અર્થ ધરી દીધો. એમ કરતાં એ રડી નહિ પણ એણે ગૌરવ અનુભવ્યું. પુત્ર પોતાના પ્યાર વિના પણ મહાન બનશે એ આશાથી એના હૈયામાં આનંદ હતે.
ભાવથી યતિરાજને તેણે નમસ્કાર કર્યા અને આશીષ લીધાં. યતિરાજે પણ તેમને ધર્મ બજાવ્યો અને કહ્યું –“ચિંતા ન કરશો પુણ્યાત્માઓ! એમ જ સમજજો કે તમારો મેહન આજથી ધમની રાજગાદી પર બેઠે છે...?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org