________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથઃ ના, મોહન ! ના, હવે ઢીલ નથી કરવાની છે, પણ તું એક વાત જાણતા નથી.” ગુરુદેવે કહ્યું.
મેહનને આથી આશ્ચર્ય થયું. એ વિચારમાં ડૂબી ગયે. કઈ વાત એ જાણતું નથી ? બે પળના મૌન બાદ યતિરાજે ધીમા સ્વરે કહ્યું –“તારે યતિદીક્ષા જ લેવી છે ને ?” “હા ગુરુદેવ !”
તો એ કામ મારું નથી.” યતિરાજે જણાવ્યું • મોહનને આ ગૂઢ વાતમાં કંઈ સમજ ન પડી. આથી એની જિજ્ઞાસા અકળાઈ ઊઠી. તે પછી એ કેનું કામ છે? એ મનમાં જ બેલી ઊઠ્યા. ત્યાં યતિરાજે જ સ્પષ્ટતા કરીઃ–
મોહન ! અકળાય છે શા માટે? યતિદીક્ષા તે શ્રી પૂજ્ય આચાર્ય ભગવંત જ આપી શકે અને હું તેમની જ પ્રતીક્ષામાં છું.”
MWWW
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org