________________
સ્વાતિનું મોતી હતી. ત્યાર પછી કઈ વિશેષ વાચના થઈ નથી. છેલ્લી બે વાચનાઓ અનુક્રમે મથુરા અને વલભીની ગણાય છે.
વી. નિ. સં. ૯૮૦ માં શ્રી દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે મૌખિક શ્રુતેને નાશ થત જોઈ લેખન પ્રથાને ઉપયોગ કર્યો. આ રીતે તેમણે માથુરી વાચનાને પુનરુદ્ધાર કર્યો અને નાગાજુનીય વાચનાને પાઠભેદમાં સમાવી લીધી.
સને ૧૮૭૧ થી ૧૮૯૬ સુધી મથુરામાં જનરલ કનિંગહામ, મિ. ગ્રેસ, ડે. બજેસ, તથા ડે. કુહરર જેવા કુશળ પુરાતત્વવિશારદની દેખરેખ નીચે ત્યાં (મથુરા) ખેદકામ ચાલ્યું, તેમાં જૈન સ્તૂપો, શિલાલેખો, આયાગપટ તથા મૂતિઓ મોટા પ્રમાણમાં મળી આવી હતી. જે મથુરાની પ્રાચીનતા તથા ઐતિહાસિક બાબતે પર ઘણે સારે પ્રકાશ પાથરે છે.
મથુરાની આસપાસને પ્રદેશ સુરમ્ય છે. પ્રાકૃતિક સૌન્દર્યથી તે એ છછલ છે. અને ત્યાં પ્રેમભક્તિના અણમેલ રંગ પથરાયેલા છે. વ્રજભૂમિનાં નામથી તે આજ મશહૂર છે, અને દરવરસે લાખોની સંખ્યામાં યાત્રિએ અહીં આવી પિતાની જીંદગીને ધન્ય બનાવે છે. શ્રી કૃષ્ણનું શૈશવ આ ભૂમિ પર જ પૂરું થયેલું. આથી વૈષ્ણવોનું તે તે તીર્થધામ બન્યું છે અને ઘણું તે એવી ઝંખના સેવે છે કે, શેષ જીવન બસ આ ધરતી પર જ પૂરું થાય એ જ કામનાને ચરિતાર્થ કરતું ઘણાં પેલું ભજન ગાય છે કે –“વજ વહાલું રે.. વૈકુંઠ નહિ આવું રે...* - વ્રજભૂમિની ખરી શોભા તે તેના ગામડામાં છે. ગોકુળ પણ એક ગામડું જ છે ને ! એની જ હરોળમાં બેસતું બીજું નામ છે, ચાંદપુર ! આપણા ચરિત્રનાયકની એ જન્મભોમ છે.
મથુરાથી વાયવ્યદિશામાં ચાલીશમાઇલના અંતરે આવેલા આ ચાંદપુર ગામમાં વિવિધ જાતિના લોકો રહેતા હતા. તે બધામાં પંડિત બાદરમલ એક અનોખી વ્યક્તિ હતા. તે તેમના વિદ્યાવ્યાસંગ, ઉદારતા, ધૈર્ય, પરોપકાર વગેરે ગુણોથી તે સૌથી જુદા તરી આવતા હતા.
તેઓ સનાઢય બ્રાહ્મણ હતા. તેમના કુળધર્મના આચાર પ્રમાણે પિતાનું જીવન વ્યવહાર ચલાવતા હતા. ચાંદપુરના બાળકથી માંડી વૃદ્ધ સુધી સૌ નાની-મોટી વ્યક્તિ તેમને એક પૂજ્યભાવથી જેતી હતી અને અવસરે સત્કારતી પણ હતી.
આ પંડિતજીની પત્નીનું નામ સુંદરી હતું. સુંદરી ખરેખર નામને સાર્થક કરે તેવી જ હતી. બાહ્ય સૌન્દર્ય તે તેનામાં હતું જ પરંતુ તેનું ઝગારા મારતું સૌન્દર્ય તે તેના સંનિષ્ઠ શીલમાં હતું અને એ તે હકીકત છે કે બાહ્ય સૌન્દર્યને વણસતાં કે બગડતાં વાર નથી લાગતી. જ્યારે શીલ એ આંતરિક સૌન્દર્ય છે અને તે કદી વણસતું નથી, એને મઘમઘાટ હરહંમેશા પ્રફુલ્લિત ને સુવાસિત રહે છે.
બાદરમલ અને સુંદરીને સંસાર સ્નેહસભર હતે, સુખી હતો અને આદર્શ મલ્યો હતે. તેઓ એકબીજામાં ઓતપ્રેત બન્યા હતા, એકનું સુખ એ બીજાનું સુખ હતું, બીજાનું દુઃખ એ પણ એકનું જ દુઃખ હતું. આત્મીયતા એ તેમના દાંપત્ય જીવનની વિશિષ્ટતા હતી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org