________________
સ્વાતિ મેતી
[ 2 ]
મ સમયને-કાળને પિતાની મહત્તા હોય છે તેમ દેશને-ભૂમિને પણ પિતાની મહત્તા હોય છે. તેમાં પણ જે ભૂમિ મહાપુરુષોના પગલાંથી પાવન થએલી હેય, ધર્મપ્રચારનું કેન્દ્ર બનેલી હોય, વિવિધ તીર્થોથી વિભૂષિત હય, સાહિત્ય અને કલાની ભવ્ય સમૃદ્ધિ સાચવી રહેલ હોય તે ભૂમિ તે ખરેખર પાવનકારી જ છે.
મથુરા એ એક એવી જ નગરી છે. શુરસેન દેશની મહારાણી ગણાતી આ નગરીની સાથે જૈન ઇતિહાસના અનેક સંસ્મરણો જોડાયેલાં છે. એક જમાનામાં તે જૈન ધર્મના પ્રચારનું મુખ્ય કેન્દ્ર હતી. ત્યારે તે સુંદર કલામય સ્તૂપ ને ચેથી તે જેનારનાં દિલ પકડી રાખતી હતી. શ્રી સુપાર્શ્વનાથ ભગવાનને સુવર્ણ સ્તૂપ તે સર્વમાં અલગ તરી આવે છે. દેશ-વિદેશના લોકે એની યાત્રા કરવામાં જીવનની ધન્યતા સમજતા હતા. અંતિમ કેવળી શ્રી જબસ્વામિનું ત્યાં અનેક મુનિવરે સાથે નિર્વાણ થયું હતું. અને તેઓની પુણ્યસ્મૃતિમાં જૈન સંઘે યાં અનેક ચૈત્ય તેમજ તૃપે બંધાવ્યા હતા.
આ નગરી સાથે ઈતિહાસને એક મહત્ત્વને તેમજ યાદગાર પ્રસંગ જોડાયેલો છે. વીરનિર્વાણ પછી લગભગ છ વરસ બાદ ભારતમાં એક મેટ દુષ્કાળ પડ્યો. આ દુષ્કાળે અનેકનાં જીવન ચૂસી લીધા, અને અનેકનાં જીવન લઈ લીધાં. શ્રમણે પણ તેના આ ભરડામાંથી બાકી ન રહી શક્યા. દીર્ધાયુષી શ્રમણોની સ્મરણ શક્તિ ઘસાવા લાગી. આથી આને માટે ફટકે શ્રુતજ્ઞાન પર પડ્યો. એ જ્ઞાનને હસ થતે ચાલ્યા. શેષ શ્રુતમાં પણ પાઠ ભેદે, અશુદ્ધિઓ વગેરે આવવા લાગી. તે વખતે પૂજ્ય આચાર્ય ભગવંતે સમક્ષ એક સમસ્યા આવીને ઉભી રહીઃ “શ્રુતનું રક્ષણ શી રીતે કરવું? અને શુદ્ધિ શી રીતે મેળવવી?” દીઘદૃષ્ટા આર્યસ્કંદિલાચાયે મથુરામાં શ્રમણ સંઘને ભેગે કર્યો અને ત્યાં સૂત્રોની પુન વ્યવસ્થા કરી. વીરનિર્વાણની બીજી સદીમાં જિનાગની પ્રથમ વાચના પાટલીપુત્રમાં થઈ હતી એટલે આ વાચના બીજી ગણાય છે.
આજ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં સ્થવિર નાગાર્જુને પણ સૂત્ર વ્યવસ્થાનું કામ હાથમાં લીધું હતું. અને તેમણે પણ સૂત્રોની પુન:વ્યવસ્થા કરી. તે વાચના ત્રીજી અને છેલ્લી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org