________________
II નાના
JEસો
(ભૂતકાળની
ભીતરમાં
[૧]
Jવ ક્રમની ઓગણીસમી સદીને એ અસ્તયુગ હતે. વીસમી સદીના પ્રારંભકાળને હવે ફક્ત તેર જ વરસનું છેટું હતું.
વીસમી સદીના શ્રમણ ઈતિહાસમાં જેમની ઉજ્જવળ કારકિદ સુવર્ણાક્ષરે અંકિત બની ગઈ અને જેઓ સાચા અર્થમાં યુગપુરુષ હતા અને શાસનના અડીખમ સ્તંભ સમા હતા; એવા એ મહારથીઓને મેળવીને જૈન સમાજ ખરેખર બડભાગી બની ગયો. અને એ તે આજે કહી શકાય તેમ છે કે, એ બે વિભૂતિએ આપણને ન મળી હતી તે આજે જે મગરૂરી આપણે લઈ શકીએ છીએ તે ન લઈ શકાત. સમાજની કરેડરજ્જુ આજ સુધી ટટ્ટાર રહી છે તે રહી ન શકત! અધવચ્ચે જ કાં તે એ ભાંગી જાત ! !
સમયના ત્યારે આવા એંધાણ હતાં. સમય સ્વયં સજીવ બની ભાવિ પેઢીને પડકાર કરી રહ્યો હતે કે –
સાવધ બને. સંગઠન જમાવે, એક બને.
માત્ર રાજકીય આઝાદીથી જ સંતોષ ન માનતાં મૂળ અર્થમાં આઝાદીને સમજી જીવનનાં દરેક ક્ષેત્રમાં તેને જીરવી જાણો; નહિ તે એ એકાંગી આઝાદી તમારા ધર્મ ઉપર બળ પિકારશે. તમને અને સમાજને એ છિન્નભિન્ન કરી નાખશે અને સારાય રાષ્ટ્ર તેમજ સમાજમાં એક ઝેરી હવા કુંકી જશે.....”
સમયના આ પડકારને બે વિભૂતિઓએ ઝીલી લીધે. પહેલી વિભૂતિ તે શ્રી પૂ. આત્મારામજી મહારાજ સાહેબ! તેમના પંજાબી લેહીમાં ક્ષાત્રત્વની વીરતા ચમકારા મારતી હતી.
બીજી વિભૂતિ તે આપણું ચરિત્રનાયક ! પૂ. મુનિશ્રી મેહનલાલજી મહારાજ !!! બ્રહ્મતેજની અપૂર્વ આભા પ્રગટતી હતી તેમના તનબદનમાંથી. બંનેના વ્યક્તિત્વ અદભુત હતા.
ક્ષાત્રતેજ એ ક્રિયાનું પ્રતીક છે, જ્યારે બ્રહ્મતેજ એ જ્ઞાનનું પ્રતીક છે. આ બંનેના સુભગ સંગ વિના મુક્તિની કઈ જ યુક્તિ નથી. મુક્તિ–સ્વાતંત્ર્ય-આઝાદી જે કઈ મેળવે છે તે ક્ષાત્રતેજ અને બ્રહ્મતેજ યોગથી જ મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org