________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: ઉનાળાની રાત હતી, મળસ્કુ થવાને હજુ થોડી વાર હતી, સુંદરી હજી સૂતી હતી, ત્યાં તેણે ઉંઘતી જ આંખે પૂર્ણિમાના ચંદ્રને પિતાના મુખમાં પ્રવેશ કરતે જે. તે સફાળી જાગી ગઈ. તરત જ તેણે પિતાના પાલવના છેડે એક ગાંઠ વાળી. લોકમાન્યતા એવી છે કે શુભ સ્વમ આવતાં જે ગાંડ મારી દેવામાં આવે છે તે સ્વમ અખંડ ને અક્ષય બની રહે છે.
મનુષ્ય શ્રદ્ધાને બનેલો છે અને ખરેખર એ શ્રદ્ધા ગજબ કામ કરે છે. સુંદરી સ્વમ પછી મને મન હરખાય છે. એના આનંદનો પાર નથી. એ હર્ષને એક્લી જીરવી નથી શકતી. એ તેના પતિને સ્વમની વાત કરે છે.
બાદરમલ શાસ્ત્ર છે. સ્વમમાં એ મંગલ ભાવિના એંધાણ જુવે છે. એક તેજસ્વી પુત્રના તેમાં દર્શન કરે છે. સ્વમને જાણી એનું હિચું પણ આનંદથી વિભેર બને છે. સ્વપ્નને લાભ કહેતાં એ કહે છે –“દેવી ! લાખે માનવામાં કે એકાદને જ આવે એવું એ તારું મહાસ્વમ છે. હું તેમાં એક મહાન વિભૂતિને આવતી જોઈ રહ્યો છું. એથી તને પુત્ર થશે અને સાચે જ દેવી ! એ પુત્રરત્નથી આપણે ધન્ય ધન્ય બની જઈશું. આપણું જીવ્યું એ આવનારથી સાર્થક થઈ જશે.”
સ્વમને આ મંગલ ફલાદેશ જાણું સુંદરીના હર્ષને પાર નથી. હવે એ મંગલ પ્રસંગની રાહ જોવા લાગી. ગર્ભાધાનના સમય દરમિયાન માતાને થતા શુભ દેહદ એ શ્રેષ્ઠ સંતાનની આગાહી કરે છે. બીજા શબ્દોમાં કહીએ તે પુત્રનાં લક્ષણ પારણામાંથી નહિ પણ ગર્ભમાંથી જ જણાઈ આવે છે. તવારીખ પણ આ વાતની સાક્ષી પૂરે છે. શિવાજીનું પ્રાથમિક ઘડતર એ તેમની માતાને રામાયણ, મહાભારત વગેરે વાંચવાના તેમજ સાંભળવાના દેહદ થયા હતા તેમાં છે. નેપોલિયન વિષે પણ તેવું જ છે. તેની માતાને એક જવાંમર્દીની અદાથી યુદ્ધમાં સામનો કરવાના કેડ થતા હતા અને ઘણીવાર રણક્ષેત્ર, યુદ્ધ, હાર, જીત વગેરે શબ્દોના ભણકારા સંભળાતા હતા.
સુંદરીને પણ આ સ્વપ્ન અસર કરવા માંડી. તેને હવે ધાર્મિક વાતાવરણ ગમવા માડયું. તેમાં તેને રસ વધતે ચાલ્યા. કયારેક તીર્થયાત્રાના મારથ થતા, તે કયારેક સેવાના. આમ આવનાર વિભૂતિ પહેલેથી જ તેને પ્રભાવ પાથરી રહી હતી. - સ્થાન અને સમયનું મહત્ત્વ ખૂબ જ હોય છે. એને સુભગ સંગ કેઈકને જ સાંપડે છે. છીપમાં પડતું પાણીનું એક જ ટીપુ સ્વાતિ નક્ષત્રમાં એ ટીપું ટીપું નથી રહેતું, ત્યારે એ મોતીમાં બદલાઈ જાય છે. નાચીઝ ગણાતું એક ટીપું પછી તે હજારે ને લાખના મૂલે મૂલવાય છે.
જ્યારે સુંદરી અહીં છીપ બનીને બેઠી હતી ત્યારે વિક્રમ સંવત્ ૧૮૮૭ને વિશાખ સુદ છઠ્ઠને ગુરૂવાર સ્વાતિ નક્ષત્ર લઈને ઉગ્યે હતો.
તે જ દિવસે આપણા ચરિત્રનાયકે આ દુનિયામાં પહેલવહેલી તેમની નિર્દોષ ને નિર્મળ આંખ ખેલી ! ! !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org