________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: અને ગુરુભક્ત પાનાચંદ તારાચંદે મુનિરાજને પ્રાર્થના કરી કે મારું કલ્યાણ થાય તેવું કાંઈ કરી આપ. પાનાચંદ શેઠની મનોકામના મુનિરાજ સમજી ગયા અને એક મધ્ય રાત્રીએ પાનાચંદને બોલાવ્યા. પાનાચંદ સૂતા હતા, પણ મહારાજ શ્રીનો અવાજ સાંભળી દેવકરણભાઈ મુનિરાજ પાસે પહોંચી ગયા. મહારાજશ્રીએ તેમના મસ્તક પર મંત્રેલો વાસક્ષેપ નાખ્યું અને કહ્યું: “જાઓ, કલ્યાણ કરે.' દેવકરણભાઈ ગુરુ ચરણમાં માથું નમાવી પગચંપી કરવા લાગ્યા અને તેને સ્પર્શ થતાં મહારાજશ્રીએ જાણ્યું કે આ પાનાચંદ જણાતા નથી. મહારાજશ્રીએ પૂછ્યું, એટલે દેવકરણભાઈએ કહ્યું કે “પાનાચંદ સુતા હતા, એટલે હું આવ્યું. આનું નામ ભવિતવ્યતા!
દેવકરણભાઇના ભાગ્ય આડેનું પાંદડું ખસી ગયું. લાખો રૂપિયાની કમાણી કરી, એટલું જ નહીં પણ કરેલી કમાણી ધર્મકાર્યોમાં વાપરી. એમણે લક્ષ્મી પેદા કરી અને વાપરી પણ જાણી. દેવકરણ શેડનું નામ જૈન સમાજમાં વગર પુત્રે પણ આજે અમર થઈ ગયું છે. મહારાજશ્રીએ દેવકરણ શેઠને પાનાચંદભાઈના કુટુમ્બની કાળજી રાખવા ભલામણ કરી અને તેઓ જીવ્યા ત્યાં સુધી તેમણે આ ભલામણુનું પાલન કર્યું.
બાળબ્રહ્મચારી અને ત્યાગી મહાત્મા પુરુષની વાણી કે આશીર્વાદ કદી અફળ નથી જતાં. તેઓ બોલે છે, તે પ્રમાણે જ થાય છે, કારણ કે તેની પાછળ ચારિત્રનું બળ અને શકિત રહેલાં હોય છે.
૧૨ –નેમુભાઈની વાડી અને અમદાવાદનું ચોમાસુ બીજી વખતના માસામાં મહારાજશ્રીના એક શિષ્ય સુમતિમુનિજની તબિયત બગડી આવી અને સુરતમાં કાળધર્મ પામ્યા. એ વખતે સુરતના સંઘ તરફથી અષ્ટાનિકામહત્સવ થયો હતો.
ત્યારપછી મહારાજશ્રીના પરમ ભકત નેમચંદશેઠે ગુરુદેવ પાસે આવી કહ્યું: “સાહેબ! કઈ કામ સેવા ફરમાવે.” ત્યાગી મહાત્મા પુરુષોને પિતાના અંગત સ્વાર્થ જેવું તો કશું હેતું નથી, પણ સમસ્ત સંઘનું હિત તેમના હૈયે હોય છે. મહારાજશ્રી એ સમયે નેમચંદ ભાઈની વાડીમાં હતા, એટલે કહ્યું: “આ વાડી સાધુઓને ક્રિયા અથે સંઘને સેંપી દે.” નેમચંદ શેઠે હર્ષપૂર્વક મહારાજશ્રીની માગણી સ્વીકારી અને આજે પણ આ જગ્યા નેમુભાઈની વાડી તરીકે પ્રખ્યાત છે અને તેમાં સાધુઓ ઉતરે છે.
એ અરસામાં મહારાજશ્રી કતારગામની યાત્રાએ ગયેલા અને ત્યાંના મંદિરના જીર્ણોદ્ધાર અર્થે રૂ. ૫૦૦૦ નો ફાળો કરી ગુલાબચંદભાઈ, તલકચંદભાઈ, ભાઈચંદભાઈ, કુલચંદભાઈ તથા લલ્લુભાઈની એક કમીટી નીમી કામ શરૂ કરાવી દીધેલું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org