________________
જીવનદર્શન: છે, તે મહાત્મા પુરુષે આ કાળે પણ કહી શકે છે અને તેઓની ભવિષ્યવાણી સચોટ રીતે ખરી પડે છે. મહારાજશ્રીને સ્વરશાસ્ત્ર, નિમિત્તશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું અદભુત જ્ઞાન હતું. તે બાબતમાં બનેલા અનેક પ્રસંગમાંથી નીચેના બે-ત્રણને ઉલ્લેખ અહીં કર્યો છે.
સુરતમાં મહારાજશ્રી હતા ત્યારે તેમની પાસે ગામડાનો એક ભાઈ દીક્ષાની ભાવનાથી આવ્યું અને દીક્ષા માટે શુભ દિવસ કાઢી આપવા મહારાજશ્રીને વિનંતિ કરી. મહારાજશ્રીએ વૈશાખ શુદિ ૬ના દિવસનું મુહૂર્ત કાઢી આપ્યું, અને પછી મૌન રહ્યા. તે ભાઈ ત્યાંથી ગયા બાદ મહારાજશ્રી ગૂઢ વિચારમાં પડ્યા, એટલે પદ્યમુનિજી જેઓ તેમની પાસે બેઠા હતા, તેમણે મહારાજશ્રીને પૂછયું : “આપ એવા ક્યા ઊંડા વિચારમાં પડી ગયા છો?” ગુરુદેવે પદ્મમુનિને કહ્યું? કર્મની વિચિત્ર ગતિ વિષે મને વિચાર આવે છે. આ દીક્ષાથીની ભાવના વિશુદ્ધ છે, પણ બીચારાનું આયુષ્ય અલ્પ છે. પેલા દીક્ષાથીભાઈ ઘરે જઈ માંદા પડયા અને બરાબર વૈશાખ શુદિ ૬ના દિવસે કાળધર્મ પામ્યા.
સુરતમાં એક દિવસ શેઠ નગીનચંદ કપુરચંદ પૂજા કરી પૂજાનાં કપડે મહારાજશ્રીને વંદન કરવા ગયા અને કહ્યું: “હું આજે મુંબઈ જવાનો છું. ત્યાંનું કેઈ કામકાજ હેય તે ફરમાવે.” મહારાજશ્રી અનિમિષ દષ્ટિએ નગીનચંદ શેઠ સામે થેડી ક્ષણો સુધી જોઈ રહ્યા અને પછી કહ્યું: “મુંબઈ જવું હોય તે ખુશીથી જાઓ, પણ અહિંથી સીધાજ સ્ટેશને જઈ મુંબઈની ગાડી પકડજો. ગુરુદેવના વચનની ગાંઠ વાળી નગીનચંદ શેઠ સીધા સ્ટેશને ગયા અને ઘરેથી જરૂરી કપડાં મંગાવી લઈ બારેબાર ગાડીમાં બેસી ગયા. પર્વની આરાધનાનું પરિણામ કહે કે મહારાજશ્રી પ્રત્યેની ભક્તિનું પરિણામ કહો, પણ મુંબઈ જઈ નગીનચંદ શેઠે લાખોની કમાણી કરી.
વંથળી (સેરઠ)ના દાનવીર શેઠ દેવકરણ મૂલજી સંબંધમાં પણ કાંઈક આવો જ ચમત્કાર બનેલો કહેવાય છે. દેવકરણ શેઠનાં લગ્ન એમની અત્યંત ગરીબ અવસ્થામાં વંથળીવાળા વાસા જાદવજી રામજીની પુત્રી બાઈ પૂતળી સાથે થયેલાં. કહે છે કે જાદવજીભાઈને ત્યાં તેમની બે પુત્રીઓ દૂધી બહેન અને પૂતળી બહેનનાં લગ્ન એક જ દિવસે થયાં હતાં. બંને જાન આવેલી, પણ દેવકરણ શેઠ એ વખતે તદન ગરીબ એટલે એમની જાનને કંગાલ જગ્યામાં ઉતારો મળે ત્યારે દૂધી બહેનના પતિ આણંદજી શ્રીમંત કુટુંબના નબીરા, એટલે તેમની જાનને વૈભવી જગ્યામાં ઉતારે મળે.
કાયમ માટે એક સરખી પરિસ્થિતિ કેદની ટકતી નથી. દેવકરણભાઈ જગ્યાના અભાવે લાલબાગ ઉપાશ્રયમાં મુનિશ્રીની શીતળ છાયામાં પડી રહેતા. સુરતવાસી ધર્મશીલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org