________________
શ્રી મોહનલાલજી અર્ધ શતાબ્દી ગ્રંથ : મહિમા સમજાવતાં મહારાજ સાહેબ પાસે એકસે ઉપરાંત સ્ત્રીપુરુષએ યાવત્ જીવન
થું વ્રત ઉચ્ચર્યું હતું. એ જમાનામાં ચાર હજાર કરતાં વધુ સ્ત્રીપુરુષોએ સ્વદારસંતેષ વ્રતના પચ્ચકખાણ લીધાં હતાં. અનેક સ્ત્રીપુરુષોએ બાર વ્રતો ઉચ્ચર્યા હતાં. જેનો ઉપરાંત જૈનેતર વગ પર પણ મહારાજ સાહેબની વાણીને અને પ્રભાવ પડયે હતો, અનેક જૈનેતરેએ જીવદયા વગેરેના નિયમ લીધા હતા. શેઠ કેશરીચંદ ભાણુભાઈની પેઢીને મુનિમ રૂસ્તમજી પારસી તે મહારાજ શ્રી પાસે દીક્ષા લેવા તૈયાર થઈ ગયા, પરંતુ મહારાજ સાહેબે તેને જૈન દાર્શનિક નિયમોનું પાલન કરવાનું શિક્ષણ આપી સંતોષ પમાડે.
નાના મોટા અનેક ધર્મકાર્યોમાં તન, મન, ધનથી ભાગ લેનાર શેઠ ધરમચંદ ઉદેચંદે ગુરુ મહારાજ આગળ અભિગ્રહ લીધે કે ચતુર્વિધ સંઘને સાથે લઈ છરી પાળતાં હું સિદ્ધાચલજીની જાત્રા ન કરું ત્યાં સુધી ગેળ-ખાંડ-સાકર વગેરે કઈપણ ગળપણ મને ન ખપે. મહારાજશ્રીએ તે પછી મુંબઈથી સુરત આવવા વિચાર કર્યો.
સુરતના ચોમાસા દરમ્યાન કતારગામના દહેરાસર અને ધર્મશાળાના જીર્ણોદ્ધાર માટે ઉપદેશ આપ્યો અને સંઘે આ વાતને અમલ કર્યો. શેઠ અભયચંદ કસ્તુરચંદે ફાળા માટે વિનંતિ કરી અને કલકત્તાવાળા બાબુ વિસનચંદજીએ તરત રૂપિયા પાંચ હજાર આપ્યા. તે જ વખતે ફાળાની રકમ રૂા. ૨૫૦૦૦ સુધી પહોંચી ગઈ.
ચોમાસું પૂરું થયે શેઠ ધરમચંદ ઉદેચંદે પાદ્વીતાણાનો સંઘ કાઢયે. ૫૦૦ ઉપરાંત પુરુષે આ સંઘમાં સામેલ હતા. પૂ. મોહનલાલજી મુનિ તેમના આઠ શિષ્યો સાથે સંઘમાં હતા. પાલીતાણાના દરબાર સાહેબે અપૂર્વ રીતે આ સંઘનું સન્માન કર્યું અને સંઘપતિએ ગુરુદેવના હસ્તે સંઘપતિની માળા પહેરી.
૧૦ – પાલીતાણામાં અંજનશલાકા અને પ્રતિષ્ઠા મહોત્સવ
પાલીતાણામાં એ વખતે મુશદાબાદવાળા રાવબહાદુર ધનપતસિંહજી ગુરુદેવના પધારવાની રાહ જોઈ રહ્યા હતા. મહારાજ સાહેબના પાલીતાણુ જવાથી તેમની ઈચ્છા પૂર્ણ થઈ અને ત્યારબાદ મેહનલાલજી મહારાજના શુભ હસ્તે અને શુભ મુહૂર્ત અંજનશલાકા અને પ્રતિષ્ઠામહોત્સવ ઉજવાયા. આજે પણ પાલીતાણામાં તળેટીના બાબુના મંદિરમાં પ્રવેશ કરતાં જમણી બાજુના ગોખમાં મેહનલાલજી મહારાજની ભવ્ય મૂતિનાં દર્શન થાય છે.
૧૧ – દીર્ઘદૃષ્ટા અને વચનસિદ્ધ મુનિશ્રી મેહનલાલજી
મતિ, શ્રુત અને અવધિજ્ઞાન સિવાય આ કાળમાં અન્ય જ્ઞાન પ્રાપ્ત થવાની શક્યતા નથી, પરંતુ આમ છતાં, મતિ, શ્રુતજ્ઞાનની શક્તિથી અમુક બાબતમાં શું થવાનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org