________________
જીવનદર્શન : ચાલી રહ્યા હતા. જેમ તારામંડળમાં ચંદ્ર શોભે, તેમ મુનિમંડળના સાત સાધુઓ વચ્ચે મુનિ મોહનલાલજી શેલી રહ્યા હતા. મુંબઈના શેઠીઆઓ માથા પર જાત જાત અને ભાત ભાતની પાઘડીઓથી ઈન્દ્ર જેવા શોભી રહ્યા હતા, ત્યારે બનારસી જરીની સાડીઓ અને ઝવેરાતના અલંકારથી શેઠાણીઓ ઈન્દ્રાણીઓ જેવી ભાસતી હતી. સામૈયું નળબજાર, ઝવેરી બજાર, પ્રિન્સેસ સ્ટ્રીટ, કાલબાદેવી રોડ, પાયધૂની અને ત્રાંબાકાંટાના માર્ગેથી મોતીશા શેઠના લાલબાગના મંદિરે આવતાં વચમાં ઠેર ઠેર ગહેલીઓ થઈ હતી. આ ગહેલીઓમાં કેટલીક સાચા મોતીની, કેટલીક સેનાની ગીનીઓની તે કેટલીક ચાંદીના રૂપિયાની હતી. ચોખાનો ઉપયોગ મહારાજશ્રીને વધાવવામાં થતો. મુંબઈના આંગણે આવું અને આટલું મોટું સામૈયું પ્રથમ વખતે જ થયું. માત્ર જૈને જ નહિ, પણ મુંબઈની સમસ્ત પ્રજા આવું કાઠભર્યું સામૈયું અને આ પવિત્ર મહાત્માનાં દર્શનથી હાલી ઉઠી. આ વાતને આજે લગભગ પોણસો વરસ થયાં, તેમ છતાં વર્તમાન કાળના ભવ્ય વરઘોડાને એ સામૈયા સાથે સરખાવી વૃદ્ધ સ્ત્રીપુરુષે કહે છે કે એની તોલે તે કઈ જ વઘેડો કે સામયું ન આવી શકે.
મહારાજ સાહેબનાં વ્યાખ્યાને સાંભળી મુંબઈની સઘળી પ્રજા ઘેલી થઈ ગઈ. વ્યાખ્યાનમાં સંતમહાત્માઓ વૈિષ્ણવ અને પારસી લેકે, બેજા, વહેરા અને મુસ્લીમ વર્ગના ભાઈઓ બધાજ આવતા, અને મહારાજ સાહેબની અમૃતભરી વાણી સાંભળતાં મુગ્ધ બની જતા. જગ્યા સાંકડી પડી, એટલે મુંબઈના જૈન શ્રીમંતેએ તુરત જ નો વ્યાખ્યાન હાલ તૈયાર કરાવ્યો. બાબુ સાહેબ બુદ્ધિસિંહજીએ સંઘને રૂા. ૧૬૦૦૦ ની રકમ આપી અનુપમ લહાવો લીધે.
૫. મોહનલાલજી મહારાજ મહાન તપસ્વી હતા અને તેમના આ પ્રભાવની અસર મુંબઈના જૈન પર પડયા વિના ન રહી. પંચરંગી તપથી શરૂઆત થઈ અને એ જમાનામાં જ્યારે મુંબઈની વસ્તી આજથી છઠ્ઠા ભાગની હતી, ત્યારે પણ સાત ભાઈ– બહેનોએ એ તપમાં ભાગ લીધો. પર્યુષણ દરમ્યાન ચાર માસખમણ, બે ૨૧ ઉપવાસ, એક ૧૯ ઉપવાસ, બે ૧૬ ઉપવાસ, બે ૧૫ ઉપવાસ, એક ૧૦ ઉપવાસ, ૨૫૦ અઠ્ઠાઈ અને લગભગ ૧૫૦૦ અઠ્ઠમ અને છઠ્ઠની સંખ્યા હતી. અક્ષયનિધિતપમાં પણ ૩૦૦ ભાઈબહેનોએ ભાગ લીધો હતો. કલ્પસૂત્રની પધરામણ બાબુસાહેબ. ભોગીલાલ પુનમચંદના બંગલે મોટા ઠાઠથી વિધિપુરસ્સર કરવામાં આવી હતી.
આસો માસમાં આયંબિલની ઓળી અને પીસ્તાલીસ આગમન તપ છે, જેમાં સાતસો ઉપરાંત સ્ત્રી પુરુષો જોડાયાં હતાં. મિથુનક્રિયામાં થતા પાપ અને બ્રહ્મચર્ય વ્રતના તપને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org