________________
* શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: વારસો જાળવી રાખે છે અને તે રસ્તે પસાર થતાં સાધુઓ અને સાધ્વીઓની આજે પણ ભક્તિ કરે છે.
૯ – મુંબઈની ભૂમિ પર પ્રથમ સાધુનાં પગલાં સં. ૧૯૪૭ની સાલની વાત છે. એ વખતે મુંબઇની જાહોજલાલી આજના જેવી ન હતી, તેમ છતાં ભારતનું એ પહેલા નંબરનું વેપારઉદ્યોગનું શહેર હતું. પરંતુ ભગવાન મહાવીરના શાસનના કોઈ મુનિરાજનાં પવિત્ર પગલાંથી આ ભૂમિ પાવન થઈ ન હતી. જૈન સાધુઓને વિહાર મોટા ભાગે સુરત સુધી થતો. મહાન વિભૂતિઓ ભારે દીર્ધદષ્ટિવાળી હોય છે અને તેમના સમય પછીની પચાસ-સો વર્ષ આગળની ભાવિ પરિસ્થિતિને પણ તેમને ખ્યાલ આવી જાય છે. મુંબઈ શહેરનું ભાવિ શું થવાનું છે, તે મહારાજશ્રીના ખ્યાલ બહાર ન હતું, તેથી જ પૂ. મેહનલાલજી મહારાજે પોતાના પુનિત પગલાંથી મુંબઈની ભૂમિને સૌથી પ્રથમ પાવન કરી.
એ વખતે લોકોને ઉત્સાહ અનેરો હતે. શહેરના મુખ્ય માર્ગો તે દિવસે ધ્વજાપતાકાથી શોભી રહ્યા હતા. ઝવેરી લોકોએ મેતીની માળાઓના પિતાના દ્વારે તેણે બાંધ્યા હતાં. નાના બાળકો અને બાલિકાઓ દેવકુમાર જેમ શેભતા હતા. શ્રેષ્ઠ પ્રકારના બેન્ડ વાજાઓ તે સામૈયામાં સામેલ હતા. સાંબેલાઓની બંને બાજુએ પોલીસેના જોડેસ્વારે
૩ સં. ૨૦૦૮ ની સાલમાં શ્રી ભકિતમુનિ-નિપુણમુનિ મુંબઈ જતી વખતે એ જ વાડીમાં ઉતર્યા હતા. ત્યાં પૂ. મોહનલાલજી મ.નો ફોટો જોવામાં આવ્યું. આ સંબંધમાં પૂછતાં સગત પટેલના પુત્રે જણાવ્યું કે તે ફોટો તે તેના પિતાશ્રીના વખતથી રાખવામાં આવ્યો છે, અને સાધુસંતોને આ વાડીમાં રાખવાની સલાહ-સૂચના અમારા વડીલને આ મહાત્મા પુરુષેજ આપેલી. અમે આજે પણ તેનું પાલન કરીએ છીએ. પછી પટેલને પુત્રોને તેઓએ જણાવ્યું કે આ ફોટામાં જે મહારાજ છે, તેજ અમારા ગુરુ છે, અને અમે તેમનાજ શિષ્ય છીએ. અમારી વાત સાંભળી પટેલના તમામ કુટુંબીઓ બહુ રાજી થયા,
એ જમાનામાં ફેટાની પ્રથા ખાસ ન હતી. પણ મુંબઈમાં મહારાજશ્રી હતા, ત્યારે એક વહરાભાઈ ગુદેવની નાની છબી ખેંચી વિલાયતમાં તેની દશ હજાર કોપી કરાવી લાવ્યા. લાલબાગના એટલે આ વહેરાભાઈ જ્યારે પેટા વેચતા હતા, ત્યારે શેઠ દેવકરણ મુલજીનું ધ્યાન ખેંચાયું અને તેમણે તમામ કેપીઓ પૈસા આપી લઈ લીધી, અને લોકોને દર્શનાર્થે ભેટ આપી. આજે પણ મુંબઈના શ્રાવકોના ઘરોમાં મુનિશ્રી મોહનલાલજીના ફોટા મોટા પ્રમાણમાં જોવામાં આવે છે, તેનું મૂળ કારણ આ છે. મુંબઈ હતા ત્યારે (સં. ૨૦૦૮ ની સાલમાં) શ્રી ભકિતમનિ-નિપુણમુનિને કારણવશાત ભીંડીબજારમાં એક મુસ્લીમ કાગદીને ત્યાં કાગળ લેવા જવાના પ્રસંગે ઉપસ્થિત થયે; તેની દુકાનમાં ગુરુદેવને ફેટો જોઇ તેમણે દુકાનના માલિકને પૂછ્યું કે તેણે કહ્યું : “એ ફોટો તે મારા દાદાના ગુરુનો છે.” પછી તેમણે કહ્યું: “એ તે અમારા પણ દાદાના દાદા છે.” આમ જૈન તેમજ જૈનેતર તમામ વર્ગમાં ગુરુદેવ માટે સૌને અજબ માન હતું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org