________________
જીવનદર્શન :
તે પછીનું ચામાસુ` અમદાવાદમાં થયુ'. સુરતના સ્વાગત-સામૈયાને ટક્કર મારે તેવું ભવ્ય સ્વાગત અને સામૈયુ થયું. અમદાવાદના વ્યાખ્યાનામાં શ્રી. લાલભાઇ દલપતભાઇ અને મનસુખભાઇ ભગુભાઇ વગેરે હાજરી આપતા. વીરના ઉપાશ્રયે મહારાજશ્રીની સાથે ૧૭ મુનિએની નિશ્રામાં નાના પ્રકારનાં તપાની આરાધના શરૂ થઇ. એ વખતે પ્રેમચંદભાઇ વગેરે સે'કડા ભાઇબહેનોએ બ્રહ્મચર્ય વ્રત, સ્વદારાસાષવ્રત, પાંચમ, આઠમ, મૌન એકાદશી સ્માદિ તપેા સવિધિ ઉચ્ચાઁ. ગંગાજળ સરખા નિર્મળ ગગા શેઠાણી તેમજ કેટલીક ખીજી બહેનેાએ માર વ્રત અંગીકાર કર્યાં. એ વખતે વ્રતધારીઓની બહુમાનપૂર્ણાંક ભકિત કરીને ધર્માંપકરણની પહેરામણી આપવામાં આવી હતી. આ રીતે ખીજા અનેક શુભ કાર્યો પણ થયાં હતાં અને તેની ઉજવણીનિમિતે સંઘ તરફથી અષ્ટાન્તિકા મહે।ત્સવ કરવામાં આવ્યા હતા. થાડા દિવસેા માટે મહારાજશ્રી જેસીગભાઇની વાડીમાં રહ્યા હતા. જેસીગભાઇની મહારાજશ્રી પ્રત્યેની ભક્તિ અપૂવ હતી.
અહીં રથયાત્રાને ભવ્ય વરઘેાડા નીકળ્યા હતા. પછી મહારાજશ્રી પેથાપુર પધાર્યાં, ત્યાં ઉપધાનતપની ક્રિયા કરાવવામાં આવી હતી.
૧૩- - પાલણપુર અને પાટણ
મહારાજશ્રી તેમના બધા શિષ્યા સાથે મેત્રાણા તીર્થની યાત્રા કરવા ગયા હતા, ત્યાં પાલણપુરવાસી શ્રી મંગળદાસ અને અન્ય શ્રાવકે પધાર્યાં અને મહારાજશ્રીને પાલણુપુર પધારવા વિનંતિ કરી. તે વખતે પાલણપુરના સંઘમાં મદિમાગી અને સ્થાનકવાસી સંઘમાં કેઇ કારણ માટે ઝઘડો ચાલતા હતા, અને તેથી ધર્માંનાં શુભ કાર્યોંમાં વિક્ષેપ થતા હતા. નાકારી, સધજમણુ વગેરે બંધ થયાં હતાં. બંને પક્ષાને સમજાવી મહારાજ સાહેબે સમાધાન કરાવ્યું. બંને પક્ષેાના મેાવડીએએ મહારાજશ્રીના અત્યંત આભાર માન્યા. આ જ પ્રમાણે તે વખતે મારવાડ અને અન્ય વિભાગામાં જ્યાં જ્યાં ઝઘડાએ અને તેાકાના ચાલતાં, ત્યાં ત્યાં મહારાજ સાહેબે જઇને સમાધાન કરાવ્યું અને એકતા સાધી.
તે પછીનું ચામાસું પાટણ મુકામે થયું. પાટણમાં મહારાજશ્રીએ જ્ઞાનભંડારાને વ્યવસ્થિત સ્વરૂપમાં મૂકવાનું કામ કર્યું. જ્ઞાન પ્રત્યેની રુચિ અને પક્ષપાત તે એમના જીવનના મૂળમાં હતા. ‘જ્ઞાનં ધર્મસ્ય મોક્ષલ્વ, વારનું નાત્ર સંશય:’ એ સૂત્ર પ્રમાણે જ એમણે ખાળપણથી જીવન ઘડયું હતું અને જીવનના છેલ્લા શ્વાસેાશ્વાસ સુધી આ સૂત્રને તેમણે જીવનમાં અમલ કર્યાં હતા.
જ્ઞાનભડારાના છાંદ્ધાર કરવા અર્થે સુશ્રાવકશ્રી કરમચંદ મેાતીચંદ વગેરે શેઠીઆએએ કામ હાથમાં લીધું અને તેના ખર્ચે અર્થે રૂા. ૨૨૦૦૦/-ની રકમના ફાળા એકત્ર કર્યાં. પાટણના જ્ઞાનભંડારાને વ્યવસ્થિત કરવામાં મહારાજશ્રીના અનન્ય ફાળા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org