________________
દીર્ઘ તપસ્વી શ્રી જિન ઋદ્ધિસૂરિ
કુલચંદ હરિચંદ દોશી “મહુવાકર :
પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય વચનસિદ્ધ પુણ્ય પ્રભાવક મુનિશ્રી મોહનલાલજી મહારાજના પ્રશિષ્યરત્ન ધાણ તીર્થોદ્ધારક દીર્ઘતપસ્વી આચાર્યશ્રી જિનદ્ધિસૂરિજીની જીવનરેખાના દર્શન કરીએ.'
વૈશ્નવ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થ લેહાગરાની પાસેના ગામમાં ગૌબ્રાહ્મણ કુટુંબમાં રેવા માતાની કુક્ષિએ પર્ણિમાના દિવસે એક પુત્ર રત્નનો જન્મ થયો. પિતા ખેતીને ધધો કરતા હતા. પુત્રનું નામ રામકુમાર રાખવામાં આવ્યું. રામકુમારને બાળપણથી સંધ્યા પૂજા તરફ પ્રેમ હતો. નાનપણથી નવું નવું જાણવાની ટેવ. કેઈ દેવ-દેવી પીર-પેગંબરનું સ્થાન સાંભળે ત્યાં દેડી જાય. બધા પાસે ચમત્કારની માગણી કરે. રામકુમારને પાસેના ગુરૂં ગામે જવાની ભાવના થઈ. એક જૈન મિત્ર સાથે માતા પિતાની આજ્ઞા મેળવી ચુરૂ ગ.
ચુરૂની હવેલીઓ, બજાર, ભવ્ય મંદિર, મનહર મૂર્તિઓ જોઈજોઈને રામકુમારના અંતરમાં આનંદની ઉમિઓ ઉછળી રહી.
રાજપૂતાનાના બીકાનેર રાજ્યના ચુરૂ શહેરમાં બૃહત ખરતર ગચ્છની મોટી ગાદી હતી. આ ઉપર વૈદ્રક અને તિષ વિદ્યાના જાણકાર પ્રતાપી યતિવર્ષે થયા હતા. આ યતિ પરંપરામાં શ્રી ચીમન રામજી ગાદીપતિ હતા. યતિ ચીમન રામજીને બાળક રામકુમારની તેજસ્વી મુખાકૃતિ તથા ધર્મભાવના જોઈને મમતા જાગી. માતા પિતા તે ભદ્રિક હતા. મહારાજશ્રીના ભકત શ્રી કાનમલજીએ તેના માતા પિતાને સમજાવ્યા. યતિવયે પણ રામકુમાર તપ અને ત્યાગ દ્વારા જૈન ધર્મને ઉતા કરશે તેમ દર્શાવી માતા પિતાની સંમતિ મેળવી લીધી. રામકુમારના આનંદનો પાર નહોતો. તેને તે માગ્યા મેઘ વરસ્યા.
રામકુમાર અને ઋદ્ધિકરણ બને ગુરૂ ભાઈઓ એક સાથે ઉછર્યા, સાથે અભ્યાસ કર્યો. આ બે શિષ્યને યતિ દીક્ષા અપાવવાને વિચાર કર્યો. સં. ૧૯૪૮ના ફાગણ સુદ ૨ ના મંગળ દિવસે શ્રી સંઘની હાજરીમાં યતિવર્ય શ્રી ચીમન રામજીએ બન્ને ગુરૂ ભાઈઓને યતિ દીક્ષા આપી. શ્રી સંઘે બન્નેને આનંદ ઉલ્લાસથી વધાવ્યા. યતિવર્યોએ મંગળ આશીર્વાદ આપ્યા. રામકુમારજીને અભ્યાસ વધવા લાગ્યો. સવારમાં વહેલા પ્રાતઃ ક્યિાથી પરવારી શ્રદ્ધાળુજનોને માંગલિક સંભળાવતા. યતિવર્યની સેવા કરતા હતા. રામકુમારજીમાં ત્યાગ ભાવના વિશેષ હતી. તપશ્ચર્યા તરફ વિશેષ લક્ષ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org