________________
દીર્થ તપસ્વી શ્રી જિનદ્ધિસૂરિ રહેતું. તેઓ ગાદીના વારસ થવાના છે. ગાદીપતિ થવાનો ગ હતો પણ ત્યાગ ભાવનાથી રંગાએલા રામકુમારજી પિતાની ભાવનાની સિદ્ધિ માટે આલીશાન ઉપાશ્રય. યતિવર્યની સમૃદ્ધિ, સુખ સાહ્યબી છેડી ચુપચાપ ચાલી નીકળ્યા. જીવનદાતા ગુરૂવર્ય, ગુરૂની પવિત્ર ભૂમિ, મંદિરને મહાલની છેલ્લી વિદાય લીધી. ત્યાગને વેગનું ભાથું લઈને ભાગ્ય દેરી જાય ત્યાં જવા પ્રયાણ કર્યું.
મુસાફરી કરતાં કરતાં આબુના બેનમુન કલાત્મક મંદિરોનાં દર્શન કર્યા જુનાગઢ આવી ગિરનારની યાત્રા કરી. તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાની ભાવનાથી પાલીતાણા આવી પહોંચ્યા. મંદિરના નગર શત્રુંજયની યાત્રા કરી. તીર્થાધિરાજ આદીશ્વર દાદાની અનુપમ, ભવ્ય, તેજ તેજના અંબાર અને અલૌકિક જ્યોતિમથી ચમત્કારી મૂર્તિના દર્શન કરી આનંદ ઉલ્લાસથી આપણા રામકુમારજીનું હૃદય નાચી ઉડ્યું.
અહીં પાલીતાણામાં ઉત્તમ ક્રિયાપાત્ર-વચન સિદ્ધિવાળા, યશ નામકર્મના ઉદયવાળા શ્રી મોહનલાલજી મહારાજ બિરાજતા હતા. આવા ગુરૂરાજના દર્શન કરીને રામકુમારજીને દીક્ષાની ભાવના જાગી. પૂજ્યશ્રીને પિતાની ભાવના દર્શાવી અને ગુરૂદેવે રામકુમારની દીક્ષા માટે ઉન્નત ભાવના જાણીને સં. ૧૯૪૮ ના અષાડ શુદિ ૬ના દિવસે તીર્થાધિરાજ શત્રુંજયની છાયામાં પાલીતાણામાં ચતુર્વિધ સંઘની માનવમેદની વચ્ચે ઠાઠમાઠપૂર્વક રાજકુમારને દીક્ષા આપી. પિતાના વડીલ શિષ્ય શ્રી યશે મુનિના શિષ્ય તરીકે શ્રી “ધ્ધિ મુનિ નામ સ્થાપન કર્યું.
આપણુ ચરિત્ર નાયક અભ્યાસમાં લાગી ગયા. તપશ્ચર્યા તે ચાલુ હતી. આવા પરમ ઉપકારી, પ્રભાવશાળી, વયોવૃદ્ધ, જ્ઞાન પ્રભાયુક્ત, સર્વમાન્ય ગુરૂદેવની સેવાને લ્હાવો મળે તેથી તેઓ પોતાને ભાગ્યશાળી માનવા લાગ્યા. ગુરૂકૃપાના તેઓ ભાગી બન્યા અને ત્રાદ્ધિ મુનિમાં સરળતા, સૌમ્યતા, શાંતિ, સેવાભાવના અને લઘુતા પ્રગટયાં. ગુરૂ સેવા એ પરમ કલ્યાણકારી છે તેમ અનુભવ થયે.
ગુરૂદેવની સાથે ઘણાં ચાતુર્માસ કર્યા. સં. ૧૯૬૬ માં પં. શ્રી યશો મુનિએ શ્રી રદ્ધિ મુનિને વાલીઅર શહેરમાં ધામધુમપૂર્વક પન્યાસ પદવીથી વિભૂષિત કર્યા. આ પ્રસંગે શેઠ નથમલજી ગુલેચ્છાએ આઠ દિવસને મહોત્સવ કર્યો હતો.
સાધુજીવનમાં તપશ્ચર્યા એ આત્મ સાક્ષાત્કાર માટે અમેઘ ઉપાય છે. આચાર્યશ્રી જીવનભર તપસ્વી રહ્યા. ૮૧ ૮૧ આયંબિલ, ચાર ચાર માસ ત્રણ ત્રણ માસ એકાંતરે ઉપવાસ અને આયંબિલ વૃદ્ધાવસ્થા હોવા છતાં ઉગ્ર તપશ્ચર્યા રૂપ અઠ્ઠમે અઠ્ઠમે પારણું ચાર ચાર માસ સુધી અઠ્ઠમની તપશ્ચર્યા ચાલુ રાખી ભક્તો અને શિષ્યને ચકિત કરી દીધા હતા.
વર્ષોથી મહાયોગીની જેમ રાત્રિના બબે ત્રણ ત્રણ વાગે ઉઠીને ધ્યાનમાં બેસી જતા અને સવારના માંગલિક સ્તોત્રોનો પાઠ કરતા. તેઓ ગનિષ્ઠ, વચનસિદ્ધ અને પ્રભાવિક હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org