________________
પાટણના જૈનમંદિરોમાં કાછશિલ્પ લેખક: શ્રી કનૈયાલાલ ભાઈશંકર દવે
ઉપકમ સૃષ્ટિના સર્જન સાથે કલાનો પ્રાદુર્ભાવ કુદરતી તેમાંથી થયો. જેમ જેમ પ્રજા. તેને પિછાનવા લાગી તેમ તેમ તેનાં તાત્ત્વિક સ્વરૂપ માનવહૃદયને આકર્ષિત કરતાં, તેના પ્રત્યે આનંદની અભીપ્સા જગાડવા લાગ્યાં. આમ કલાને જન્મ વિશ્વ કલાકારની અભૂત નિર્માણકલામાંથી થયે, જેની અનુકૃતિ કરી માન–કલાકારે, જુદા જુદા સ્વરૂપે સમાજની સમક્ષ તેનાં પ્રતિક રજુ કરવા લાગ્યા. આવા નૈસર્ગિક કલાપ્રતિકેમાં કલાકારની જેટલી તન્મયતા, તેટલી જ તેની કલાકૃતિની વિશિષ્ટતા. કલાના વિવિધ ભેદમાં શિલ્પ, સંગીત, અને ચિત્રકલાનું સ્થાન મૂર્ણન્ય ગણાય. જો કે શાસ્ત્રમાં તે કલાના ચેસઠ ભેદ. નિરૂપ્યા છે. પરંતુ આ ત્રણ મુખ્ય કલાઓએ સારાએ વિશ્વમાં રંગબેરંગી સ્વરૂપે, ખૂબ વિકાસ સાધ્યું હોવાથી, બંધી કલાઓમાં તેનું સ્થાન મોખરે છે. ભારતમાં આ ત્રણે કલાઓને સાર્વત્રિક પ્રચાર થતાં જુદા જુદા યુગમાં તેનું વૈવિધ્ય અવનવી રીતે પ્રકાશમાન થયું છે. રાજામહારાજાએથી આરંભી સામાન્ય આદિવાસીઓ સુધીની પ્રજાએ, તેને પિતપિતાની રીતે અપનાવી છે, પૂછ છે અને સન્માની છે. આ પૈકી શિલ્પકલા એ વિશ્વકર્માનું ગહન શાસ્ત્ર છે. વિશ્વની દરેક પ્રજાએ શિલ્પને સ્વીકાર એ છે–વત્તે અંશે કરેલો જ છે. શિલ્પકલા પાષાણુમાં મુખ્યતઃ આજે જોવામાં આવે છે, પરંતુ તેના સિવાય કાષ્ટ, ધાત્, મૃત્તિકા, અને બીજા અનેક દ્રવ્યોમાં ઉતારવાના પ્રયાસે તેના તવિદેએ કર્યા છે. આવાં કલાસર્જને અતિપ્રાચીનકાળથી તેના કલાકારોએ બનાવી, અપૂર્વ કલાસાધનાનાં અમર પ્રતિકે પ્રજા સમક્ષ રજુ કર્યા છે.
ગુજરાતમાં કાષ્ટ શિલ્પકલા આજે સામાન્યતઃ મંદિરે, મહાલયો, પ્રાસાદ, ગૃહે અને કિલ્લાએ પાષાણુ, ઇટ, ચુનો કે સીમેન્ટક કીટના બનાવવાની પ્રથા પ્રચલિત છે. પરંતુ પ્રાચીન કાળમાં આ બધાનું સ્થાન મુખ્યતઃ કાષ્ટ–મજબુત લાકડાએ લીધું હતું. પાટલીપુત્રને રાજમહેલ, તથા પ્રાકાર કાષ્ટને હેવાનું મૌર્યોના ઈતિહાસ દ્વારા જાણી શકાય છે. આ સિવાય રાજામહારાજાઓના પ્રાચીન રાજમહેલો કાછશિલ્પ અને તેની અદ્ભુત કલાકૃતિઓ દ્વારા જ શણગારવામાં આવતા હતા. નેપાળમાં તે દેવમંદિરે અને રાજમહાલ, કાષ્ટનાં હોવાનું આજે પણ જાણવા મળે છે. રાજસ્થાન અને મેવાડના કેટલાએ પ્રાચીન રાજપ્રાસાદમાં કાષ્ટ કલાકૃતિના અનન્ય ફલકે હજુ પણ સંગ્રહાયેલા છે. તે પૈકીના કેટલાક અવશે, જુદા જુદા પ્રાંતેના પ્રદર્શનમાંથી પણ આપણે જોઈ શકીએ છીએ. ગુજરાતમાં તે કાષ્ટકલાએ અપૂર્વ વિકાસ સાધ્યો હતે. પ્રભાસપાટણમાં આવેલું સોમનાથનું પ્રાચીન મંદિર, પહેલાં કાણનું જ બના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org