SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી : - (૧) વિસહરકુલિંગ' મંત્રમાં સન્નિવિષ્ટ એવા તને. આ અર્થ “વિસહર કુલિંગ ગમ” અને “ત” ને પૃથક ગણને કરી છે. (૨) વિસહરકુલિંગ' નામના મંત્રગત એવી તને. આ અર્થ પણ “તને પૃથફ ગણીને કરાય છે ખરે, પરંતુ એની પૂર્વના “વિસહર કુલિંગમ”ને વિષધર સકુલિંગામ ના સમીકરણ રૂપે ગણે છે, કેમકે પ્રાકૃતમાં અકારને લેપ થઈ શકે છે. ભગવાનને કંઠમાં કેવી રીતે ધારણ કરાય એ પ્રશ્ન કેઈ કરે તે તેને ઉત્તર એ અપાયે છે કે પરમેશ્વર પણ મંત્રથી અવિષ્યન્ રહેલા હોવાથી મંત્રરૂપ છે. આના સમર્થ નાથે ગુણશેખરસૂરિકૃત મંત્રરાજ રહસ્યમાંથી અવતરણ અપાયું છે. ઉપર્યુક્ત પ્રશ્નને ઉત્તર બીજી રીતે પણ એ અપાવે છે કે “વિષધરકુલિંગ” યંત્રરૂપ તને. વિદ્યામણિરૂપે કરીને પોતે કંઠમાં ધારણ કરે કે અન્યને કરાવે. પ્રથમ વિકલ્પ સ્વાર્થ–સંપત્તિ પક્ષને આશ્રીને છે તે બીજો વિકલ્પ પાર્થસંપત્તિ આશ્રીને છે. ઉવસામ” એટલે વિનાશ એ અર્થ જે ઉપર કરાય છે. તેથી કઈ એમ માને કે એ તે અધિકૃત મંત્રનો જાપ કરનારનું સ્વાર્થસંપત્તિરૂ૫ ફળ હેઈ કુક્ષિભરત્વ છે, તે પરાર્થસંપત્તિના પક્ષમાં ઘટે એ અર્થ નીચે મુજબ સૂચવાય છે – એટલે નક્કી અને ઘણા એટલે આયત્તાનું અવગમન એટલે વશગત્વ. આ રીતે ' વિચારતાં અન્ય ગ્રહાદિ પિતાને વશ છે–પતે એનું નિવારણ કરી શકે તેમ છે એમ આ અર્થ છે. આના સમર્થનાથે બૃહદવૃત્તિમાં આ મંત્રથી શાંતિક, પૌષ્ટિક વશ્ય, આકર્ષણ, ઉચ્ચાટન, સ્તંભન, વિદ્વેષણ અને મારણરૂપ કાર્ય થઈ શકે એમ કહ્યું છે તે જણાવ્યું છે. બીજી ગાથાને પ્રચલિત અર્થ એ છે કે જે મનુષ્ય “વિસહરકુલિંગ' મંત્રને સર્વદા પિતાના કંઠમાં ધારણ કરે છે તેનાં ગ્રહે, રેગે, મારિ અને દુષ્ટ જવરે નાશ પામે છે. ત્રીજી ગાથાના અથ–(પૂર્વોક્ત) મંત્ર હર રહે. તને કરાયેલ (એક) પ્રણામ પણ ઘણું કુળવાળો છે. જે મનુષ્યમાં અને તિય એમાં પણ દુઃખ અને દૌગત્યને (દરિદ્રતાને) પામતો નથી. આમ આ ત્રીજી ગાથાને અક્ષરાર્થ છે. અકિલપલતા (પૃ. ૧૭) માં કહ્યું છે કે મંત્ર, પુરશ્ચરણ, ઉત્તરચરણ, હેમ, તપ, જપ ઈત્યાદિ પ્રક્રિયા વડે સધાય છે, એથી એ કષ્ટજન્ય છે. વિશેષમાં અહીં ફળ” તરીકે સૌભાગ્ય, આરોગ્ય, ધન, ધાન્ય, પત્ની, દ્વિપદ, ચતુપદ, રાજ્ય અને સ્વર્ગના ઉલ્લેખ કરાયો છે. . ૨૯. મંત્રના ત્રણ અર્થને એક ગણતાં વિસ૦ મંત્રના પાંચ અર્થ, “મણુઓ' ના બે, દુદના બે, અને ઉવસામ” એના પ્રયજન દષ્ટિએ વિચારતાં બે, એમ બીજી ગાથાના ૫૪ર૪ર૪૨=૪૦ અથ થાય છે. .. . . . ૩૦. પાઠાંતર પ્રમાણે “ભગ્યને , ૩૧. આવો ઉલ્લેખ સિદ્ધિચન્દ્રગણિકૃત ટીકામાં નથી, પરંતુ અર્થકલ્પલતાની જેમ હકીર્તિરિકૃત વૃત્તિ (પૃ. ૧૯) માં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy