________________
૩s
“ઉપસગ્ગહર થત: એક અધ્યયન
જે પ્રાણી ભગવાનને વિશુદ્ધ શ્રદ્ધાપૂર્વક કેવળ નમસ્કાર કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. એ દેવ તરીકે જ ઉત્પન્ન થાય છે.
જે એણે આયુષ્ય પહેલાં બાંધ્યું હોય તે તેથી કે ભવની પરંપરાને લઈને મનુષ્ય કે તિર્યંચ તરીકે એ જમે તે પણ દુઃખી ન બને. દુઃખ શારીરિક અને માનસિક એમ બે પ્રકારનું છે. તિર્યંચ તરીકે સુવર્ણ, રત્ન, ચિન્તામણિ, કલ્પદ્રુમ, પટ્ટતુરંગ કે જયકુંજરરૂપે ઉત્પન્ન થાય અને એથી સન્માનને પાત્ર બને. ૩૨ - હર્ષકીર્તિસૂરિકૃત વૃત્તિ (પૃ. ૧૯) માં “નરતિરિએસુને એક વધારાને અર્થ એ અપાય છે કે તિર્યંચ જેવા અર્થાત્ પશુતુલ્ય મનુષ્યોમાં. વિશેષમાં અહીં આવા મનુષ્યો તરીકે બાળગપાળ અને કૃષિવલ (ખેડુત)ને સ્પષ્ટ ઉલ્લેખ છે. આમ આ ત્રીજી ગાથાના એકંદર બને પાઠાંતર પ્રમાણે બબ્બે અર્થ થાય છે.
ચોથી ગાથાને અર્થ—આ ગાથાને અક્ષરાર્થ એ છે કે તારું ચિન્તામણિ અને કલ્પવૃક્ષથી અધિક (ફળદાયી) સમ્યકત્વ પ્રાપ્ત થતાં ભવ્ય છ અજરામર સ્થાનને અર્થાત્ મોક્ષને નિવિદને પામે છે.'
અર્થકલ્પલતા (પૃ ૧૯) માં કહ્યું છે કે-“સમ્યક્ત્વ એટલે વિશિષ્ટ પ્રમાણ કિવા દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણ તને નિશ્ચય. અને “ચિન્તામણિ એટલે ચિંતલિ અર્થ આપનારું અને દેવાધિષિત રત્ન. પાશ્વદેવગણિકૃત લઘુવૃત્તિ (પૃ. ૧૦૯) માં અર્ણવ, વજ, વિહૂર્ય, મહાનલ, કર્કતન, પરાગ, મરકત, પુષ્પરાગ, ચન્દ્રકાન્ત, રુચક : અને મેચક એમ રત્નનાં નામ અપાયાં છે. પૃ. ૧૦૯-૧૧૦માં દશ કલ્પવૃક્ષોને લગતી નવ ગાથા અવતરણરૂપે અપાઈ છે.
પાંચમી ગાથાને અથ– હે મટી (અર્થાત ત્રિજ્યવ્યાપી) કીર્તિવાળા અને સામાન્ય કેવલીઓને વિષે (આહલાદકારી હાઈ) ચન્દ્રસમાન પાર્શ્વ ! ભક્તિના (અર્થાત્ આંતરિક પ્રીતિના) ભારથી ભરપૂર હદય વડે આ પ્રમાણે તમારા વડે) તું સ્તુતિ કરાયેલ છે તેથી હે દેવ ! (તું મને) ભવભવ બધિને (એટલે કે રત્નત્રયની પ્રાપ્તિ અથવા જિનધર્મની પ્રાપ્તિ) આપજે.
આ પ્રમાણેને અર્થ જિનપ્રભસૂરિએ, સિદ્ધિચન્દ્રમણિએ, તેમજ હર્ષકીર્તિસૂરિએ પણ આપ્યો છે. કોંગત અર્થ એમનાં વિવરણમાં લેવાય છે.
જિનપ્રભસૂરિએ નીચે મુજબને જે અધિક અર્થ આપ્યો છે તે સિદ્ધિચન્દ્રગણિએ તેમજ હર્ષકીર્તિસૂરિએ પણ આપ્યું નથીઃ ૩૨. આ ઉલ્લેખ સિદ્ધિચન્દ્રમણિએ તેમજ હર્ષકીર્તિસરિએ કર્યો છે. ' ૩૩. આ બે અર્થ સિદ્ધિચન્દગણિએ પણ આપ્યા છે. ૩૪. વરાહમિહિરકૃત બૃહત્સંહિતા (અ. ૮૦, . ૪-૫)માં રત્નનાં નામ નીચે મુજબ અપાયાં છે –
વજ (હરે), ઈન્દ્રનીલ, મરકત, કર્કતન, પદ્મરાગ, રુધિર, વૈડૂર્ય, પુલક, વિમલક, રાજમણિ, સ્ફટિક, શશિકાન્ત, સૌધિક, ગોમેદક, શંખ, મહાનલ, પુષ્પરાગ, બ્રહ્મમણિ, તીરસ, શસ્યક, મેતી અને પરવાળું. આમ બાવીશ ગણાવાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org