________________
વિશ્વની મહાન વિભૂતિ શ્રી મોહનલાલજી મહારાજનું જીવનદર્શન
સંપાદક: શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા
[શ્રી. મેહનલાલજી અર્ધ-શતાબ્દી સ્મારક ગ્રંથ તૈયાર કરવામાં શરૂઆતથી છેડે સુધી જેમણે અત્યંત કાળજી રાખી માર્ગદર્શન આપેલ છે, તેમજ ગ્રંથની રચનામાં અને જીવનચરિત્ર લખાવવામાં મહત્ત્વની વિગતો પૂરી પાડી દેરવણી આપેલ છે, એવા પૂ. ભકિત મુનિએ આ લેખ વિષેની તમામ હકીકતો તેમજ તે ઉપરથી આ લેખ કેમ તૈયાર કરવો તેની જરૂરી સુચના પણ આપેલી છે. ૫. પં. શ્રી નિપુણ મુનિજી તેમજ પૂ. લલિત મુનિજીએ પણ આ લેખ સંબંધમાં માર્ગદર્શન આપેલ છે. તે માટે શ્રી. મેહનલાલજી અર્ધશતાબ્દીસ્મારક ગ્રંથસમિતિ તેની આભારપૂર્વક નોંધ લે છે.– સંપાદક]
૧– પૂર્વ ઈતિહાસ - દરેક જીવ જન્મે છે, ત્યારે પિતાનું ભાગ્ય પણ સાથે જ લેતે આવે છે. ભાગ્યના બે પ્રકારે છેઃ શુભ અને અશુભ. આ બંને પ્રકારે અનુક્રમે પુણ્ય અને પાપના નામે ઓળખાય છે. વગર પુરુષાર્થ શાલિભદ્રને દેવેલકમાંથી વિપુલ સામગ્રીની નવાણું પેટીઓ દરરોજ આવ્યા કરતી, આને પુણ્યનો પ્રભાવ કે શુભ કર્મને ઉદય કહેવાય; જ્યારે આ દિવસ મહેનત-મજૂરી કર્યા છતાં પટપુરતું ખાવાનું પણ મળતું નથી, એવા પણ અનેક દાખલાઓ જોવામાં આવે છે. આવી પરિસ્થિતિને પાપનો પ્રભાવ કે અશુભકર્મને ઉદય કહી શકાય. કુશળ વેપારી દેવાદાર હોય તે પણ વ્યાપાર કરી પિતાનું દેવું પતાવી ધનાઢય બની જાય છે, અને પિતાની આસપાસના વેપારીઓને પણ ધનવાન બનાવવામાં મદદરૂપ બને છે, તેવી જ રીતે, જેમનું જીવન ચરણ-કરણસિત્તરીને વ્યાપારમાં જોડાયેલું હોય અને અપ્રમત્તતારૂપ કુશળતાથી તેજીને ધધે કર્યા કરતો હેય તે થોડા વખતમાં કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાનરૂપ અપૂર્વ ધન પ્રાપ્ત કરી સિદ્ધદશામાં ચાલી જાય છે. આ પ્રદેશમાં પહોંચ્યા પછી કોઈ પ્રકારની કમાણી કે ધંધે કરવાપણું રહેતું નથી. આ કળિકાળમાં પણ કોઈ વિશિષ્ટ વ્યકિત દરિદ્રનારાયણની પેઢીને માર્ગદર્શક બની સ્વ અને પરનું કલ્યાણ સાધવાનો અધિકારી થઈ શકે છે.
આ જ રીતે આપણું ગુરુદેવને જીવ દેવલોકની ભૂમિ પરથી મૃત્યુલોકના પામર માનવીઓને માર્ગદર્શન આપવા ભારત દેશમાં ખેંચાઈ આવ્યું. ભારતમાં એક મહાન તીર્થ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org