________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી પ્રથ: શ્રી જિનાગમમાં નમસ્કાર મહામંત્રને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે. નમસ્કાર મહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાને વિષય છે. મહામંત્રને જાણી લીધે પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષિઓને જે ભાવ છે, તે ભાવ પિતાને ન સ્પર્યો, તે તે મંત્ર કેવી રીતે ફળે ! મંત્રમાં “શેય” અને ધ્યેય’ની યથાર્થતા ઉપરાંત “જ્ઞાતા અને ધ્યાતાની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનતાને અંધકાર વ્યાપે છે, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાને, કર્તવ્યભ્રષ્ટતાને દોષ આવે છે. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વ જીવના હિતવિષયક હેવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધમપણામાં કચાશ. કર્તવ્યહીન થતાં બચવા માટે સર્વજીવવિષયક હિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્ય વર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વધતાપણું આલોચનાદિથી શુદ્ધ થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂણતા સિવાય બીજી કેઇ આલોચના નથી. બીજું કઈ પ્રાયશ્ચિત નથી. લૌકિકમાં જેમ કૃતઘીને કૃતજ્ઞતા સિવાય શુદ્ધિ માટે બીજું કઈ પ્રાયશ્ચિત માન્યું નથી, તેમ લોકેત્તરમાં નમસ્કારભાવ વિના, સર્વ જીના હિતાશય વિના, સર્વ જી પ્રત્યે નેહભાવ વિકસાવ્યા કે અનુમેઘા વિના બીજું કઈ પ્રાયશ્ચિત નથી, શુદ્ધિકરણને બીજે કઈ ઉપાય નથી.
જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પિતાને સુધારવા માટે છે. જગત તમામને જાણ્યા પછી પણ પિતાને, પિતાની જાતને સુધારવાની ભાવના ન જાગે, તે તેવા જ્ઞાન વડે શુ? પિતાની જાતને સુધારવા માટે નમસ્કાર ભાવ, ક્ષમાપના ભાવ, સકળ સર્વહિતને કે તેના અનમેદનને ભાવ લાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકળ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન આપ્યું છે. ચૂલિકા સહિત તેને મહાશ્રુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાન સ્થાન એટલા માટે કે તેમાં ભવ્યત્વપરિપાક કરવાના સઘળા સાધને એક સાથે ગુંથી લેવામાં આવ્યાં છે. જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિ ગ્યતારૂપ સહજભાવમળને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે તેના વડે થઈ જાય છે.
પાપને પ્રશંસવાથી, ધર્મને નિંદવાથી અને પરમ શ્રધેય તથા અન શરણભૂત અરિહંતાદિ ચારને નહિ નમવાથી, અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારને ભરોસે–શરણે રહેવાથી, જીવની અપાત્રતા, અયોગ્યતા, ભવભ્રમણશક્તિ વધે છે. તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને અરિહંતાદિ ચારને અનન્યભાવે શરણે રહેવાથી મુક્તિગમયેગ્યતા વધે છે. સદ્દગુણ– વિકાસ અને સદાચારનિર્માણ આપોઆપ થવા લાગે છે. શ્રી નવકારમ “નામ પદ દુષ્કૃતગહ અર્થમાં, “અરિહં’ પદ સુકૃતાનુદન અર્થમાં અને“તા' પદ શરણગમન અર્થમાં છે. ચૂલિકાના પહેલા બે પદ દુષ્કૃતગહ અર્થમાં અને છેલ્લા બે પદ સુકૃતાનુદ અર્થમાં કહ્યા છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org