________________
“જ્ઞાન અને ભાવના” લેખક: પૂ પન્યાસ શ્રી ભદ્રકવિજયજી ગણિવર " भावनानुगतस्य ज्ञानस्य तवतो ज्ञानत्वादिति"
“ધર્મબિન્દુ' અધ્ય. ૧-૩૦ જ્ઞાન એ વસ્તુતંત્ર છે, ભાવના એ પુરુષતંત્ર છે. જ્ઞાન ણેયને અનુસરે છે, ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શિધ્રપણે કર્મથી મૂકાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવના માટે પણ સદા પરિશ્રમ કરે છે. જ્ઞાનથી આત્માના શુદ્ધ સ્વરૂપને જાણ શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન થયા પછી પણ આત્મસ્વરૂપને પામવા માટેની ભાવનાને આશ્રય ન લેવાય તે જાણેલું જ્ઞાન ફળાહીન બને છે. - જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરૂપ છે. સમતા સકળ સત્ત્વના હિતાશયરૂપ છે. સકળ સત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વ જીવ પ્રત્યે આત્મતુલ્યભાવ આપ્યા વિના, આત્મતુલ્ય ને જગાડયા વિના, મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યસ્થભાવ લાવ્યા વિના હિતાશય ટકતું નથી. તે વિના સમતા ટકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાને વંધ્ય બને છે.
જ્ઞાન વિષય એ ય છે. ભાવનાનો વિષય એ ધ્યેય છે. સર્વ જીવરાશિ અને તેમના સુખ-દુઃખ પણ છે, જે સુખ પિતાને અભીષ્ટ છે, તે સુખ સર્વને મળે અને જે દુઃખ પિતાને અનિષ્ટ છે, તે કેઈને ય ન મળે, એ જાતિને ભાવ જાગ્યા વિના પુરુષની શુદ્ધિ કેવી રીતે થાય? ઈર્ષા–અસૂયાદિ ચિત્તન મળે કેવી રીતે નાશ પામે? પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપે કેવી રીતે દૂર થાય ? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલે આત્મા હલકે કેવી રીતે બને? વાસનાના જોરથી પરાભૂત થયેલો વાસનાનિમુક્ત કેવી રીતે થાય? માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું માહાસ્ય છે, તેટલું જ ભાવનાના સ્થળે ભાવનાનું માહામ્ય છે. અને તેટલું જ ચારિત્ર, વિરતિ કે સર્વ સાવધના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહામ્ય છે. એકબીજાના સ્થાને એક-બીજાની નિરુપયેગિતા ભલે હે પણ પિતપોતાના સ્થાને એક-બીજાનું એકસરખું મહત્ત્વ છે. અજ્ઞાની ભવ કેવી રીતે તરશે ? એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય પણ કેવી રીતે ભવને તરશે ? એ પણ તેટલો જ મહત્વને પ્રશ્ન છે. જ્ઞાન કે વિરતિ કવચિત્કદાચિત સર્વસુલભ ન હોય તે પણ વિવેકયુક્ત માનવજન્મમાં ભાવના તે સર્વસુલભ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org