________________
બિંદુમાંથી સિંધુ:
ક્ષુધાતુર સાગરે ન જાય, એને સરેવર જોઈએ. અને એક નાનું શું જલબિંદુ સાગર છોડી સરોવરની શોધે નીકળ્યું. જૈન દર્શનેનો એને અભ્યાસ એની આ વૃત્તિને પિષી રહ્યો.
જેવું એ જીવન છે; અનુભવવું એ સંસાર છે.
ત્યાગવું એ મોક્ષ છે. આ માટે સદેરિત જાગ્રત એટલે જૈન સાધુ ! ઈન્દ્રિયેના દાસત્વ સામે સદા જગે ચલે વિજિગીષ!
એણે નિશ્ચય કર્યો કે વિષયના દીવા ને વૈભવની રેશની ભલે ઝાકઝમાળ લાગે, પણ એ આત્મસૂર્યના ઉદય સુધી ! આત્મસૂર્યના ઉદય આડેનાં આવરણે નષ્ટ કરી નાખવાં. ન રહે વાંસ, ન બજે વાંસળી !
સંઘર્ષ એ તે સાધુતાને પ્રાણ છે ! મેહનલાલજી યતિ બધે ફરે છે, બધ વિચરે છે. પણું હૃદયમાં જ્યોતિ જુદી છે !
આત્મબળ એકત્ર કરવા, એકલમલની શક્તિ સંગઠિત કરવા એ કલકત્તામાં ધરણેદ્રને સાધી રહ્યું, ને ત્યાં તેઓને દર્શન લાવ્યાં. શકિતઓ નિર્ભય બની. " આખરે એક દહાડે યતિધર્મ તજી સાધુ ધર્મ સ્વીકારી લીધો. સાધુધર્મ તે અસિની ધાર પર ચાલવાને ધમ હતો. પણ તે તેમણે સ્વીકાર્યો! અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, ને બ્રહ્મચર્ય ! એક એક વ્રત જીવનનું સત્ત્વ માગતું હતું.
પણ જંગે ચઢેલે જે ન ડરે! અને પછી ભારત વર્ષની ભોમકા ખૂંદવા માંડી. ધર્મની ખેતી કરવા માંડી ને જવયાની હરિયાળી ચારે તરફ પ્રસારી દીધી. કેટલાંક તપ-ત્યાગ ઝરમર વર્ષા જેવાં હોય છે. ટીપેટીપું સીધું ધરતીમાં ઉતરી જાય છે. કેટલાક મુશળધાર વર્ષ જેવાં હોય છે. એક સાથે પૃથ્વીને પરિપ્લાવિત કરે છે. ને વહી જાય છે. ધરતીનું નજીકનું પડ પણ સાવ કોરું રહે છે !
પહેલા પ્રકારના શ્રી મોહનલાલજી મ. હતા. તેઓએ મુંબઈમાં જૈન સાધુઓને પ્રવેશ દુર્લભ ભાળી, પિતે ત્યાં વિહાર કર્યો. ને મેહમયી નગરીને ધર્મના સંસ્કારોથી સી ચી! મેઘ અને મહાપુરુષનું જીવનવૃત સરખું છે! સુકામાં લીલું કરે. તાપમાં શીતળતા પ્રસરાવે. શ્રી મેહનલાલજી મ. જીવનભર એ વ્રતના પાલક રહ્યા!
એ જીવનવતની કથા કહેતી આ મરણાંજલિ સમાજને જૂની સત્યધમની સાધુતાનાં દર્શન કરાવશે. ને ચરિત્ર ચરિત્રને ઘડે છે. એ ઉક્તિને સાર્થક કરશે, એમ હું માનું છું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org