________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ : ઉપાશ્રયે બાંધ્યાં હતાં! એનાં તેજકિરણની દિશા નિહાળતા હતા. જોતા હતા કે જુવાનની નાવ કયી તરફ જાય છે. રજસ કે સત્વ તરફ? અને રજસ્ત પ્રકૃતિ નિહાળી જાતે વનરાજને આશીર્વાદ આપી આત્મિક નહિ તે દેશની આઝાદી હસ્તગત કરવા વિદાય આપી હતી.
જૈન સાધુઓ એ કાળે અંતરની જાગૃતિને ઉપાસના માનતા. ઓછું જ્ઞાન એમના તપસ્તેજને દુબળ બનાવતું નહિ. દંભને તેઓ આત્મિક દુર્બળતા માનતા. અને દુર્બળ માનવી કયું પાપ આચરતો નથી ? તેઓ પાસે પ્રેમને ધર્મ હતે, ને ધર્મને પ્રેમ હતો. શાખા-પ્રશાખાઓને બાહ્ય વિરતાર એમને ઓછો હતો, પણ મુળજ એમનું મહાન હતું. અને એમાં ક્રાંતિકાર જૈનધર્મ સાંપડે.
પચીસ વર્ષ પહેલાં પ્રગટેલી પરમજ્યોતિ પ્રભુ મહાવીર મહા ક્રાન્તિકાર હતા. એમને ધર્મ કાંતિને હતો. તેઓએ ખાબોચિયામાં ખદબદતા જીવને સાગરની વિશાળતા અપી હતી! માનવને ઇશ્વરસજિત કેદમાંથી મુકત કરી કમની ફિલસુફી આપી હતી. જેવાં કરે કર્મ, તે પામો મમ! દેવત્વનું દાસત્વ છેડાવી, માનવતાનાં મૂલ્ય આપ્યાં હતાં કહ્યું હતું કે મનુષ્ય જન્મ દુર્લભ છે !
ભગવાન મહાવીર ગણતંત્ર રાજ્યના એક રાજકુમાર હતા. ગણતંત્રનાં લોકશાહી મૂલ્ય તેમણે જીવન અને કવન દ્વારા વ્યક્ત કર્યા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ ત્વના વિભાગોની જન્મજાત મહત્તાની હીનતા એમણે રદ કરી હતી. તે વર્ણાશ્રમ ધર્મનાં ચેરડાને દૂર કર્યા હતાં. સંસારમાં વ્યકિતપૂજાની ઈજારાશાહી નષ્ટ કરી, ગુણપ્રજાને પ્રચાર કર્યો હતે. અંધારી ગુફા જેવાં ધર્મતને તેઓએ ચાલુ લોકભાષામાં પ્રગટ કરી, અગમ્યતા ને ગુહ્ય ને ટાળી હતી! ધર્મ, તીર્થ અને સંઘ સ્થાપી સંસારને તરવાની ત્રિવેણી બતાવી હતી! અહિંસા, સંયમ અને તપને જીવનનાં માંગલ્ય દર્શાવ્યાં હતાં.
એ ભગવાન મહાવીરના શાસનના એક સુભટ તરીકે મેહને આગળ કદમ બઢાવ્યા. પિતે ગુરુ પાસે દીક્ષિત થઈ યતિપદ સ્વીકાર્યું હતું. ને પરંપરાએ પિતાને શ્રીપૂજ્યપદ પણ પ્રાપ્ત થવાનું હતું.
શ્રીપૂજ્યપદ એટલે બીજું રાજપદ! રાજા જેટલે વૈભવ, એટલે માનમરતબે, એટલે વૈભવવિલાસ !
યતિશ્રી મોહનલાલજીને આ સત્તા, આડંબર ને શ્રીમંતાઈ અચિજનક થઈ. તેઓને લાગ્યું કે જે સાગર પાસે હું આવ્યો છું, એમાં ભલે ઘણી નદીઓની જળલક્ષ્મી ઠલવાય છે, પણ મુજ તૃષાતુરને એ ઉપયોગી નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org