________________
મો મોહનલાલજી મહારાજ અને ક્રિોદ્ધાર
૩૭.
આચાર્ય શ્રી જિનસુખસૂરિ (સુખકીર્તિ) ભ. મહાવીર પ્રભુથી ખરતર ગ૭ની સંવેગી પરંપરામાં ૬૬ મી પાટે આવનાર પ્રભાવશાલી આચાર્ય હતા અને તેમની ૭૦ મી પાટે શ્રી જિનહર્ષ સૂરિ થયાં, અને રૂપચન્દ્રજીએ એમની પાસે દીક્ષા લીધી. આમ આપણા ચરિત્રનાયક આ૦ જિનસુખ સુરિની પરંપરામાં આવનાર પ્રભાવક પુરુષ હતા એ નિર્વિવાદ હકીકત છે. પણ જિનસુખસૂરિથી એક યતિ-પરંપરાની શરૂઆત થયેલી. અને રૂપચન્દ્રજી કે જેઓ તેમનાથી પાંચમી પેઢીએ આવ્યા હતાં. અને આ વંશાવલિ મુજબ આપણું ચરિત્રનાયક, રૂ૫ચન્દ્રજી પછી આવતાં હતાં,
શ્રી મહાનિશીથ સૂત્રના પાઠાનુસાર વિચારીએ તે- ત્રણ પાટથી વધુ સમયથી ચાલી આવતી શિથિલતાને દૂર કરવા ક્રિયાઉધ્ધાર કરનાર વ્યકિતએ ઉપસંપદા લેવી જોઈએ એમ ફલિત થાય છે. તે આમ પાટ પરંપરાની ગણતરીની દૃષ્ટિએ શ્રી મોહનલાલજીએ તેમના સમકાલીન શ્રી સુખસાગરજી પાસે ઉ૫સંપદાહગ્રણપૂર્વક વાસક્ષેપ લઈ ક્રિયા-ઉધાર કર્યો તે મજકુર વિધાનને અનુરૂપ ગણાવું જોઇએ.
ચરિત્રનાયકના જીવન વિશે કેટલીક જે ભ્રામક માન્યતાઓ, અફવાઓ ફેલાયેલી છે. તેનું સમાધાન આટલી સ્પષ્ટતા પછી લગભગ થઈ જાય છે એમ મારે કહી દેવું જોઇએ.
૧ “સુવમૂરિ” ના નામોલ્લેખવાળો એક શિલાલેખ મુંબઈ–વાલકેશ્વરના બાબુ અમીચંદ પનાલાલને દેરાસરમાં જોવા મળે છે. લેખ આ પ્રમાણે છે –
" सं १९६० मागसर सुदि ६ दिने बुधवासरे श्री सुखसूरिशिष्यमोहनमुनिना श्रीगोमुखयक्ष મૂતિઃ પ્રતિષ્ઠિતt I gયેરી અવીચંદ જનાઝાર પવિતા !”
આ શિલા લેખ મુજબ વિચારીએ તે તેમાં ઉલિખિત ગુણસૂરિ તે બિનમુરિજ સમજવાં અને ઉજ્ઞst મોનસુનના” ઉપરથી એ ફલિત થાય છે કે–શ્રી મોહનલાલજી શ્રી જિનસુજસૂરિના ખાસ શિષ્ય નહિં—પણ તેમની પરંપરામાં આવનાર વ્યકિત, તેમના ધર્મ સંતાન કે દૂરના એક શિષ્ય હતાં. શિષ્ય’ શબ્દથી સમુદાયગત, પરંપરાગત, કે સંતાનીયા એ અર્થ અહિ અભિપ્રેત છે. એ દષ્ટિએ શ્રી મેહનલાલજી મ. પિતાને શ્રી જિનસુખસૂરિના શિષ્ય તરીકે ઓળખાવે તેમાં કશું અનુચિત જેવું જણાતું નથી
–સંપાદક.
પૂ. ઉપા૦ શ્રી લબ્ધિમુનિજી મ. ને પત્ર કચ્છ-માંડવીથી અમારી ઉપર આવેલ. તે અત્યંત ઉપયોગી માહિતી પૂરી પાડતા હોઈ તેમની સંમતિથી અહિં લેખ રૂપે ઉદ્ધત કર્યો છે. તેમાં લખાણને સળંગ ક્રમ, ભાષાશુદ્ધિ, કેટલેક જરૂરી ઉમેરે, ટિપ્પણુ આદિ સુધારે-વધારે મેં તેમની અનુમતિ મળતાં કર્યો છે.
–– સંપાદક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org