________________
શ્રી મોહનલાલજી મહારાજ અને ક્રિોદ્ધાર
૩૫
ક્રિોદ્ધારને વાસક્ષેપ લીધે. તેમ ફલેધી (રાજસ્થાન) માં શ્રી સુખસાગરજી મહારાજ સાથે શ્રી મોહનલાલજીએ પ્રથમ ચાતુર્માસ કર્યું. ત્યારે તેમની પાસે માંડલી આ જોગ કર્યા અને તે જ વર્ષે ઉપધાન તપની આરાધના પણ તેમણે કરાવી.
શ્રી સુખસાગરજી કે જેઓ ૨૦ મી શતાબ્દીના પ્રારંભમાં ઉપાધ્યાય શ્રી ક્ષમા કલ્યાણજીની પરંપરામાં આવનાર ચારિત્રપાત્ર મહાપુરૂષ હતા. યોગી ચિદાનંદજીના વડી દીક્ષાના ગુરૂ પણ શ્રી સુખસાગરજી જ હતા જેમનો ઉલ્લેખ “સ્યાદાદાનુભવ રત્નાકર”માં ચિદાનંદજીએ પોતે કર્યો છે. સં. ૧૯૪૦ લગભગ સુખસાગરજી દેવલોક થયા. (૧)
અહિં એક વાતનો ખુલાસો કરી દેવો જોઈએ કે- ચરિત્ર નાયકે શ્રી સુખસાગરજીના હાથને વાસક્ષેપ લીધે ખરો પણ તે પોતાના દીક્ષાગુરૂ શ્રી રૂપચંદજીના નામનેજ લીધે. આજે પણ ઘણા પદવીધર મુનિરાજે અન્ય સમુદાયના નવા દીક્ષાર્થીઓને દીક્ષા આપે છે પરંતુ તે દીક્ષાથીઓના ગુરૂ બીજા હોય છે. આમ દીક્ષા આપવા છતાં તે તેમના ગુરૂ બનતા નથી. એજ હકીકત આપણા ચરિત્ર નાયક વિશે સમજવાની છે. હકીકતમાં તેમણે ગુરુને ગુસ્થાને કાયમ રાખ્યા. છતાં શ્રી સુખસાગરજીને શ્રી મોહનલાલજીના ઉપકારી અને વડીદીક્ષાના ગુરૂ તરીકે કહી શકાય.
બન્યું એવું કે આપણું ચરિત્ર નાયકની ઈચ્છા તો એમના કાકાગુરૂ શ્રી સાહેબચંદજી પાસેથી વાસક્ષેપ લઈ ક્રિયેદ્ધાર કરવાની હતી. સાહેબચંદજી પોતે વિદ્વાન અને ક્રિયાપાત્ર હતા. તેમની સાર્ધમર્યાદા ઘણું અત્યંકટ હતી પણ તેઓ અલ્પાયુષી હોઈ તેમને ટૂંકા ગાળામાં જ સ્વર્ગવાસ થઈ ગયો અને શ્રી મોહનલાલજી મહારાજની ઈચ્છા મનમાં જ રહી ગઈ. સાહેબચંદજી પણ સ્વયં શ્રી મોહનલાલજીની આ ભાવના સંપૂર્ણ પણે જાણતા હતા. સાહેબચંદજીના સ્વર્ગવાસ પછી તેમની ઇચ્છાને યોગ્ય શ્રી સુખસાગરજી તેમને જણાયા, અને સુખસાગરજીના હાથે વાસક્ષેપ લેવાનો ચરિત્ર નાયકે નિશ્ચય કર્યો..
સાહેબચંદજીનો શિષ્ય પરિવાર તેમના સ્વર્ગવાસ પછી લાંબે ન ચાલ્યો. પરંતુ સાવી સમુદાયમાં શ્રી રંભાશ્રી, શારદારશ્રી આદિ હતાં. તેઓને સાહેબચંદજીએ પોતે પોતાની વિદ્યમાન અવસ્થામાં કહી દીધું કે તમો સૌ મારા પછી શ્રી મોહનલાલજીની આજ્ઞામાં રહેજે. શ્રી મોહનલાલજી માટે સાહેબચંદજીને કેટલું માન હતું તે આ હકીકતથી જણાઈ આવે છે.
પં. શ્રી જશમુનિજી તથા શ્રી હર્ષ મુનિજી વગેરે કયારેક અંદર અંદર વાત કરતા તે સમયે હું નવ દિક્ષત હતા અને તેઓ જ્યારે ગુરૂ, દાદા ગુરૂની, તેમના ઉચ્ચ ચારિત્રની, તેમના ક્રિયા દ્વારની અને તેઓશ્રીના શાસનના સમુદ્ધાર માટેની વાત કરતાં હતાં–એ આજે પણ મને યાદ છે. અને એ યાદ તેમના પ્રતિ વિશેષ પૂજ્ય ભાવ જગાડે છે. તેઓ અમને કહેતાં કે– શ્રી મોહનલાલજી મહારાજ કે જેઓ ગીતાર્થ, ભવભીર, અને ઉચ્ચ કોટીના હતા. તેમનું દરેક આચરણ શાસ્ત્રસંમત હતું. આજના સાધુ સમુદાયની દૈનિક ક્રિયાઓ જોતાં તે તેઓ ખરેખર ઉદાત્ત અને ઉચ્ચ ચારિત્રને વહન કરનારાં હતા. આજે પણ એમના ચારિત્ર જીવનની સુવાસ સાઈ નથી. તેથી જ સુરત, મુંબઈ જેવાં ક્ષેત્રોમાં એમને ઉપકાર દૃષ્ટિ ગોચર થઈ રહયો છે.”
(૧) વિશેષ વિગત માટે જુઓ આ ગ્રંથના હિન્દી વિભાગમાં “વંન થનામને લેખ.
બી જિવાનંગી વન છે
-સંપાદક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org