________________
અલૈાકિક જીવન
લેખક : વસ'તલાલ કાંતિલાલ ઇશ્વરલાલ ખી. એ.
અલૌકિક જીવન તે શ્રેષ્ઠ સાધુજીવન છે, જે સમાજમાં સાત્ત્વિક મળના સંચાર કરનાર એક અખૂટ પુણ્ય ઝરણુ છે. જેનાં જળબિંદુના સ્પર્શ થતાં કાળમીંઢ પત્થર પણ મીણુ અને માખણુ શા મુલાયમ બની જાય છે. પ્રતિસ્પર્ધી કે વિરાધી વ્યક્તિ પણ તેની બની રહે છે.
મહાન પુરુષાના અંતરના સેઇડીપેાઝીટ વાલ્ટમાં એક અનુપમ કિંમતી સુખ પડેલું હેાય છે. જેનું વર્ણન કરવું અશકય છે. કારણ ? સ્વરૂપરમણતાની અનંત સમૃદ્ધિથી તેઓ સજાયેલા હોય છે. પ્રશમરતિ’ માં વાચક ઉમાસ્વાતિ ભગવાને કહ્યું છે કે— “ ઈન્દ્ર અને ચક્રવર્તીની તમામ ઋદ્ધિ-સિદ્ધિને અનંત કેટિવડે ગુણીએ તે પણ તે સાધુના સુખની સિદ્ધિના હજારમા ભાગે પણ ન આવે” “ प्रशमसुखं नित्यमभयमात्मस्थ “ નિત્ય, અભય અને આત્મસ્થ પ્રશમ–સુખમાં તેએ ગળાડૂબ બુડેલાં હોય છે.” આથી મહાપાધ્યાય શ્રી યશાવિજયજીએ પણ કહ્યું—
,,
तेजोलेश्याविवृद्धि साधोः पर्यायवृद्धितः । भाषिता भगवत्यादौ, सेत्थम्भूतस्य युज्यते ॥ ( જ્ઞાનસાર )
જૈનદર્શનમાં પ્રતિપાદિત આવું અદ્ભુત મુનિપદ જેમને યુ” છે તેઓ ધન્ય છે. પૂ॰ પ્રશાંતમૂર્તિ અને વચનસિદ્ધ વિભૂતિ શ્રીમદ્ મેાહનલાલજી મહારાજ જેમની સ્મૃતિ મુંબઇ ખાતે ચિર’જીવ રહેશે.
વાલકેશ્વર પર ખાબુ અમીચંદ પનાલાલના દેરાસરની મૂર્તિપ્રતિષ્ઠા સ. ૧૯૬૦ માં મહારાજશ્રીના પુણ્ય હસ્તે થઇ. તે પછી આજ સુધી તેને અનેક ભાવુકાએ દનના લાભ મેળવ્યા છે. મુંબઇના દર્શનીય સ્થલાની યાદિમાં આ દેરાસરની નેધ લેવાઇ છે. માત્ર જોવા આવનાર સુરાપીઅને પ્રભુની પ્રશાંતવાહી મુદ્રા નીરખી એધિલાભ નહિં મેળવતાં હેાય તેમ કેમ કહી શકાય ?
ધર્મશાળા, જીર્ણોદ્ધારા અને શૈક્ષણિક ધામેા પણ તેમના ઉપદેશથી થયાં. સમાજમાં જ્યારે શુભ અને સાત્ત્વિક આંદોલન જાગે છે ત્યારે સમજવું કે આનું સમગ્ર શ્રેય આવા આત્મખલી મહાપુરુષા પર નિર્ભર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org