________________
શ્રી મોહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: નબીરા છે એટલા માત્રથી નથી, પરંતુ તેનું કારણ તે તેની જન્મકુંડળીમાં સૂર્યના સ્થાનને આભારી છે. ગૌતમબુદ્ધની જન્મકુંડળીમાં પણ મેષ રાશિમાં જ સૂર્ય અને મંગળની યુતિ છે.'
લગ્નેશ પર મંગળની દૃષ્ટિ કે યુતિ જાતકને નીડર, મક્કમ, સાહસી અને ઉત્સાહી બનાવે છે. સ્વ. મેહનલાલજી મહારાજે સંયમ–ત્યાગ–તપનો માર્ગ ગ્રહણ કરી ધાર્મિક અને આધ્યાત્મિક માર્ગે જનતાને જે પ્રકાશ આપ્યું છે, અને વિધવિધ ધાર્મિક કાર્યો કર્યા છે તે બધે પ્રતાપ ઉચ્ચના સૂર્યને તેમજ તે સાથેના મંગળને આભારી છે.
લગ્નની રાશિ પછી, મહત્ત્વની રાશિ એ ભાગ્યની રાશિ છે. પ્રારબ્ધ પાસે પુરુષાર્થ પાણી ભરે છે” એમ જે કહેવાય છે, તે તદ્દન સાચું છે. હિટલર, મુસોલિની, અને નેપોલીયનની જીવન કારકિદ પરથી આ વસ્તુ સમજી શકાય છે. આ ત્રણે વ્યક્તિઓ, પિતાપિતાના જમાનાની મહાન શક્તિશાળી અને બહાદૂર વ્યક્તિઓ હોવા છતાં તેઓને કરુણ રીતે મરણને શરણ થવું પડયું હતું. આ બધું ભાગ્યને આધીન છે, અને તેથી જ દરેકે દરેક કુંડળીમાં ભાગ્યસ્થાનનું ભારે મહત્ત્વ છે. જ્યોતિષશાસ્ત્ર પ્રારબ્ધને મુખ્ય માની પુરુષાર્થને ગૌણ માને છે એમ કહેવું તે વ્યાજબી નથી. પરંતુ સાચી હકીકત તે એ છે કે પુરુષાર્થમાં નિષ્ફળ જતી વ્યક્તિઓને જ્યોતિષશાસ્ત્ર આશ્વાસન આપી કહે છે કે-હે ભાઈ ! તારા પુરુષાર્થમાં ખામી ન હોવા છતાં તને જે નિષ્ફળતા મળી છે, તેમાં તારે દેષ નથી, પરંતુ તારા પ્રારબ્ધ–પૂર્વે સંચિત કરેલા કર્મના કારણે આમ બન્યું છે, માટે નિરાશ ન થા. નહીં જે પુરુષાર્થ કરવા છતાં એક વ્યક્તિ કરેડ રૂપીયા મેળવે છે, અને બીજે દિવસ-રાત મજુરી કરવા છતાં પેટપુરતું પણ કમાતે નથી, આ પરિસ્થિતિને આપણે પ્રારબ્ધ નહીં કહીએ તે શું કહેશું?
મનુષ્યના પ્રારબ્ધના પાસા સમજવા માટે આપણે જન્મકુંડળીના નવમા સ્થાન પર નજર નાંખવી પડે છે. નવને આંક જેટલું મહત્ત્વનું છે, તેટલો જ જન્મકુંડળીમાં પણ તે કિંમતી છે. કુંડળીમાં નવમા સ્થાનને ભાગ્યસ્થાન કહેવામાં આવે છે. નવમા સ્થાનેથી ભાગ્ય ઉપરાંત ધર્મ–ઈશ્વરનિષ્ઠા-નૈતિક ત-ધર્મ અને અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ તત્ત્વજ્ઞાન-દીવ્યદૃષ્ટિ–ભક્તિ-દયા–અનુકંપા-મંત્ર-તાંત્રિક વિદ્યા-તીર્થયાત્રા-મનની વૃત્તિઓસદાચરણ–ચારિત્ર–ગ ઈ. સંબંધમાં જોવાય છે. નવમું સ્થાન મજબુત, સારાગ્રહની દષ્ટિવાળું હોય તે જ માનવજીવનમાં સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. જગતની મહાન વ્યક્તિએની કુંડળીઓમાંથી પણ આજ વસ્તુ પૂરવાર થાય છે. મહારાજ સાહેબની કુંડળીમાં લગ્નને અધિપતિ ઉચ્ચને થઈ, ભાગ્યાધિપતિ મંગળ સાથે ભાગ્યમાં જ જોવામાં આવે છે. આવા જાતકના ભાગ્યમાં અનેક તીર્થયાત્રાઓ-મંદિરપ્રતિષ્ઠા અને ધાર્મિક ઉત્સવ સ્વાભાવિક રીતે જ થાય છે.
ત્રીજા ભાવમાં, પરાક્રમ સ્થાને રાહુ રહે છે, આ જાતક મહાન કાર્યો આરભે છે, અને અહિં રહેલ રાહુ તે કાર્યોને સફળ બનાવે છે. આવા જાતકના કાર્યો કદી અધૂરા ન રહે,
1 Notable Horoscopes By B. V. Raman.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org