SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ અર્ધશતાબ્દીનાયકની જન્મકુંડલી” સંયમયુક્ત હોય છે, અને ભાગ્યે જ માંદા પડે છે. તેમને જરા પણ છોડવામાં આવે તે એકદમ ગુસ્સે થઈ જાય છે, પરંતુ તેમને ગુસ્સે ક્ષણિક હેય છે; તેઓ જલદીથી શાંત બની જાય છે અને સામેની વ્યક્તિને દેષ પણ ભૂલી જાય છે. આપણે ત્યાં નામરાશિ એટલે કે જન્મ વખતે ચંદ્ર જે રાશિમાં હોય તે રાશિને આધારે ભવિષ્યકથન કહેવાય છે, જ્યારે અંગ્રેજી પદ્ધતિ મુજબ જન્મ વખતના સૂર્યની રાશિના આધારે ભવિષ્યકથન કહેવામાં આવે છે. પરંતુ વાસ્તવિક રીતે મહત્તા તે જન્મરાશિ અર્થાત્ લગ્નની રાશિ એટલે કે પ્રથમ ભાવમાં જે રાશિ હોય છે તેની જ ગણાવી જોઈએ. પ્રથમભાવ અર્થાત્ લગ્નની રાશિના આધારે જાતકનું રૂપ, પ્રકૃતિ, સુખ-દુઃખ, પ્રતિભા, પ્રતિષ્ઠા, દેખાવ, સ્વભાવ, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તંદુરસ્તી, તેમજ ક્યા અને કેવા સંજોગોમાં તેણે જન્મ લીધે છે, તે બધું બતાવે છે. મનુષ્યની કાર્યશક્તિ, વ્યક્તિત્વને વિકાસ, અને આયુષ્યનો સમય પણ લગ્નની રાશિ પરથી નક્કી થઈ શકે છે. આ ઉપરથી સમજી શકાશે કે જન્મલગ્ન એ કુંડળીને પાયો છે. ઇમારત મેટી હોય પણ પાયે નબળે હોય તો ઈમારતનું જેમ બહુ મૂલ્ય નથી, તેમ કુંડળીમાં બધા ગ્રહ મજબૂત હોય પણ જન્મલગ્ન-પ્રથમભાવ જે નબળું હોય તે કુંડળી જીવ વિનાની ગણાય છે. સ્વર્ગસ્થ મેહનલાલજી મહારાજની કુંડળીમાં લગ્નેશ અર્થાત્ લગ્નરાશિને અધિપતિ સૂર્ય ઉચ્ચને છે. પરંતુ માત્ર સૂર્ય ઉચ્ચ હેવાના કારણે લગ્નેશ મજબૂત છે, એમ કહેવું તે વ્યાજબી નથી. સૂર્યને બળને આધાર તેની દેખાતી રાશિના આધારે નહીં, પરન્તુ તે જે રાશિમાં હોય છે તેના સ્વામીના બળ ઉપર રહે છે. આ કુંડળીમાં સૂર્ય ભાગ્યસ્થાનમાં મેષ રાશિનો છે, અને તેને સ્વામી એટલે ભાગ્યાધિપતિ મંગળ પણ તેની સાથે જ પડેલ છે. આ એક મહાન રાજયે છે. કેન્દ્ર અને ત્રિકોણના સ્વામીની યુતિ થઈ છે એટલું જ નથી, પણ લગ્નેશ ઉચ્ચનાની સામે સ્વગ્રહી ભાગ્યેશની યુતિ થઈ છે, જે રોગ ભાગ્યે જ લાખમાંથી એકાદ કુંડળીમાં જોવા મળે. જ્યોતિષશાસ્ત્રના નિયમ પ્રમાણે જે કુંડળીમાં સૂર્ય બળવાન હોય તેને પ્રતાપી કુંડળી કહેવાય છે, કારણ કે સૂર્ય એ તે કુંડળીને આત્મા છે. સદ્ગત સર પ્રભાશંકર પટ્ટણીની કુંડળીમાં મેષને સૂર્ય બીજા સ્થાને છે, અને તેને સ્વામી મંગળ લાભસ્થાનમાં ઉચ્ચને છે. સર પટ્ટણીએ ભાવનગરના દીવાનપદને કેવું ભાવ્યું છે તે બધા જ જાણે છે. જગવિખ્યાત અને ભારતની એક મહાન વિભૂતિ રવીન્દ્રનાથ ટાગોરની જન્મકુંડળીમાં મેષને સૂર્ય બીજે સ્થાને છે, અને મેષને સ્વામી મંગળ વૃષભ રાશિમાં છે, અને વૃષભનો સ્વામી શુક્ર સૂર્યની સાથે છે. આ રીતે, મંગળ અને શુકના પરિવર્તનના કારણે શુકની સાથે સૂર્ય પણ અત્યંત ઉચ્ચનું બળ પ્રાપ્ત કરે છે. આપણા દેશના સુપ્રસિદ્ધ ઉદ્યોગપતિ શ્રી ઘનશ્યામદાસ બિરલાની કુંડળીમાં પણ મેષનો સૂર્ય છે, અને મેષને સ્વામી મંગળ મકર રાશિને એટલે કે ઉચ્ચ છે. જગતભરમાં એક મહાન ઉદ્યોગપતિ અને મહાન વેપારી તરીકે જેનું નામ મશહુર છે, તે ઘનશ્યામદાસની પ્રખ્યાતિ તે બિરલા કુટુમ્બના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy