________________
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી – ગ્રંથ મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજનું જીવન વાંચતાં એમ જાણવા મળે છે કે તેઓને જન્મ બ્રાહ્મણકુળમાં થયું હતું અને આત્મસાધનાને માટે એમણે શ્રમણજીવનને સ્વીકાર કર્યો હતો. આ ઉપરથી એમ જરૂર કહી શકાય કે આ પ્રભાવક મુનિવરે જ્ઞાનયોગ દ્વારા પિતાના બ્રહ્મત્વને ઉજાળ્યું હતું અને ચારિત્રયોગ દ્વારા પોતાના શ્રમણત્વને શોભાવ્યું હતું. - જ્ઞાન અને ચારિત્રના સુમેળથી શેભતી પિતાની સાધુતાના બળે તે કાળે મુનિરત્ન શ્રી મેહનલાલજી મહારાજે જૈનસંઘ ઉપર ઘણો ઉપકાર કર્યો હતો. એમના ઉપદેશથી અનેક ધર્મકાર્યો થયાં હતાં, અને સંઘને ધર્મકરણીની પ્રેરણા મળી હતી. તેમાંય મુંબઈ અને સુરત શહેર ઉપર તો એમને ઉપકાર સાવશેષ હતું. એમજ કહી શકાય કે મુંબઈમાં જઈ વસેલા જૈનેને ધર્મને રંગ લગાડવાની તેમજ મુંબઈને માગ જૈનમુનિવરે માટે ખુલ્લે કરવાની પહેલ સ્વનામધન્ય આ મુનિવરેજ કરી હતી.
વળી જરૂર પડે ત્યારે વિચારીને બને તેટલું ઓછું બોલવાના ગુણને લીધે સંઘમાં તેઓ વચનસિદ્ધ પુરુષ ગણાતા હતા અને ગમે તેવા મુશ્કેલીભર્યા કે ઉશ્કેરણીના વખતમાં પણ તેઓ ન ક્યારેય ગુસ્સે થતા કે પિતાની શાંતિ અને સમતાને ખલેલ પહોંચવા દેતા. કવરમાર સામ-ઉપશમ એ જ શ્રમણપણને સાર છે. મુનિવર્ય શ્રી મેહનલાલજી મહારાજનું જીવન આ શાસ્ત્રવચનના દાખલારૂપ હતું. એમના જીવનની પ્રેરક અને બોધદાયક ઘટનાઓનું વર્ણન આ સ્મારકગ્રંથમાં આપવામાં આવેલ જીવનચરિત્રમાં તેમજ બીજા અંજલિ-લેખમાં આપવામાં આવ્યું છે. તેની અહિં પુનરુકિત કરવાની જરૂર નથી.
આવા એક આત્માથી, હળુકમી, પાપભીરૂ, અલ્પષાયી અને ધર્મનિરત સંતપુરુષની સ્મૃતિ શ્રી સંઘમાં તાજી થાય એ ઈષ્ટ છે અને તેથી એમના કાળધર્મને ૫૦ વર્ષ થયા એ નિમિતે આ અર્ધશતાબ્દી-સ્મારક-ગ્રંથ પ્રગટ કરવાની જે પેજના કરવામાં આવી છે, તેથી ચિત્તમાં આહલાદ થાય, એ સ્વાભાવિક છે.
આ સ્મારક-ગ્રંથમાં ઉત્સાહી મુનિશ્રી મૃગેન્દ્ર મુનિએ લખેલી પૂજ્યપાદ શ્રી મેહનલાલજી મહારાજની સળંગ જીવનકથા આપવામાં આવી છે તે ઉપરાંત શ્રી મેહનલાલજી મહારાજને અંજલિ આપતી કે એમનાં ગુણગાન કરતી સંસ્કૃત, ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષામાં જુદા જુદા લેખકની કૃતિઓ આપવામાં આવી છે, તે ઉપરથી શ્રી મેહનલાલજી મહારાજ કેવા પ્રભાવક પુરુષ હતા તેને સારો ખ્યાલ આવી શકશે.
વળી, આ સ્મારકગ્રંથને શ્રી મેહનલાલજી મહારાજના જીવન કે ગુણગાન પૂરતો મર્યાદિત ન રાખતાં એમાં આપણા કેટલાક લબ્ધપ્રતિષ્ઠા વિદ્વાનોના ઐતિહાસિક, સાહિત્યિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org