________________
/ નાસ્તુ વીતરાજા :
S
એ અલકા ૨
-
- **********,,
સંતે અને આત્મસાધકો એ સંસારની સનાતન સંપત્તિરૂપ છે. આવી વ્યકિતઓ પોતે ધર્મને માર્ગે ચાલે છે અને સ્વાનુભવને બળે દુનિયાને ધર્મને માર્ગ બતાવે છે. માર્ગ ભૂલેલી માનવજાતને ન્યાય-નીતિ અને ધર્મને સાચો માર્ગ દર્શાવવાને કારણે આવા સાધકને સમાજ-તિર્ધર લેખવામાં આવે છે. જૈન પરંપરામાં આવા મહાપુરુષોને પ્રભાવક પુરુષ તરીકે બિરદાવવામાં આવે છે. અને આવા ધર્મપુરુષની સેવાથી તેમજ એમના સંપર્કથી માનવીનું જીવન ચરિતાર્થ અને ધન્ય બની જાય છે. એટલા માટે જ શાસ્ત્રોમાં સત્સંગ કે સંતસમાગમને ઘણે મહિમા વર્ણવવામાં આવ્યું છે અને એની ખુબ પ્રશંસા કરવામાં આવી છે. - વીસમી સદીમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં જે પ્રભાવશાળી મહાપુરુષે થઈ ગયા, એમાંના પૂજ્ય મુનિગણાલંકાર શ્રી મોહનલાલજી મહારાજ પણ એક હતા. તેઓ જેમ જ્ઞાનવાન હતા, તેમ ચારિત્રપાત્ર પણ હતા. આજથી ૬૦-૭૫ વર્ષ પહેલાં આપણા શાસ્ત્રગ્રંથે છપાવવાની શરૂઆત હજી થઈ હતી અને શાસ્ત્રાભ્યાસ માટે આજના જેટલી વિપુલ સાહિત્ય-સામગ્રી પણ સુલભ નહોતી, એવા સમયમાં પણ શ્રી મેહનલાલજી મહારાજે શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કર્યું હતું, એ જ બતાવે છે કે એમની જીજ્ઞાસા અને જ્ઞાનભક્તિ કેટલી ઉત્કટ હતી. વળી મળે તેઓએ યતિદીક્ષા લીધેલી અને યતિજીવનમાં તે ચારિત્રની સાધના અમુક મર્યાદામાં જ કરવાની હોય છે, એટલું જ નહિં, એમાં તો સંપત્તિ અને વૈભવની સામગ્રી પણ સારા પ્રમાણમાં સુલભ હોય છે, એ જાણીતું છે. તેમાં વળી ગાદીપતિ શ્રી પૂજ્યને ઠાઠમાઠ તે ખૂબ જ હોય છે. પણ શ્રી મોહનલાલજીએ યતિદીક્ષા લેવા છતાં એમને આત્મા તો સાચા ત્યાગી, વૈરાગી અને સંયમી સાધકનો આત્મા હતે. એટલે છેવટે શ્રમણત્વને જૈન સાધુના કઠેર જીવનને સ્વીકાર કર્યો ત્યારે જ એમના આત્માને સંતોષ થયા. ભોગની સામગ્રી સહજ રીતે પ્રાપ્ત થઈ હોવા છતાં એને સહર્ષ ત્યાગ કરીને તેમણે હોંશે હોંશે ત્યાગમાગને સ્વીકાર કર્યો. એ બીના એમની ચારિત્રપરાયણતાને સચોટ ખ્યાલ આપે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org