________________
ss
અંતિમ શયન
ઘડીઆળે બપોરના બારના ડંકા વગાડ્યા. મુનિશ્રીએ જોઈ લીધું કે હવે વિદાયની ડી જ પળે બાકી છે. તેઓએ જીવનની શેષ એક એક પળનું ગણિત કરી લીધું અને સૌની ક્ષમાપના માંગી લીધી. પાસે બેઠેલા પંન્યાસજી શ્રી હર્ષમુનિજી તથા પં. શ્રી જશમુનિજીને પિતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. તે વખતે પં. શ્રી જશમુનિજી જે કે તેમની પાસે ન હતા, પરંતુ તેમને પણ તે ભાર શેંપવાની વાત કરી અને આટલું કરી એ આત્મધ્યાનમાં લીન થઈ ગયા.
કહે છે સાડા બારને સમય એ વિજયને સમય છે. વિજય મુહૂર્ત તરીકે એ જોતિષ શાસ્ત્રમાં જાણીતે સમય છે. આ સમયમાં કરેલું પ્રસ્થાન વિજય અપાવે છે.
સાડા બારને ટકેર પડ્યો !! અને મુનિશ્રીએ આ સંસારમાંથી પ્રસ્થાન કર્યું !! બૂડ્ઝ બૂઝ થતે દીપક અંતે બુઝાઈ ગયે.!
સંઘ પરથી જાણે તેજને એક અગનગોળે ગાયબ થઈ ગયે!ઘડી તે ઘેર અંધકાર ફરી વળે. અનેક હિયાએ મુનિશ્રીના દેહગમનના સમાચાર ભારે વ્યથાથી સાંભળ્યાં. એ એક એવો આઘાત હતો કે તે દિવસે કલકત્તા, મુંબઈ, સુરત આદિ સ્થાએ બજારે બંધ રા. સંસારની ધમાલ એક દિવસ માટે સ્થગિત થઈ ગઈ. મુંબઈ મેતીના ધરમના કાંટા તરફથી ગરીબને મીઠાઈ વહેંચવામાં આવી. આ ઉપરાંત સ્વર્ગસ્થની અંતિમ અવસ્થામાં તેમની આંખ મીંચવાની તૈયારીમાં હતી તે ઘડીમાં બેથી અઢી લાખનું એક સ્મારક ફંડ ઉભું કરવામાં આવ્યું. શ્રી નગીનદાસ ઝવેરચંદ તરફથી એક લાખ રૂપિયા, શેઠ શ્રી નગીનદાસ કપૂરચંદ ઝવેરીએ જીવદયા ફંડમાં એક લાખ રૂપિયાનું દાન કર્યું, તેમજ શેઠશ્રી દેવકરણ મૂળજીએ રૂા. ૧૧૦૦૧) શ્રી મેહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી માટે જાહેર કર્યા. અને બાકીની રકમ સુરતના સંઘ તરફથી મળતાં એ ફંડ લગભગ અઢી લાખ રૂપિયાનું થયું હતું, અને તે ફંડનું નામ “ શ્રી મેહનલાલજી સ્મારક ફંડ રાખવામાં આવ્યું.
મળતી નોંધ પ્રમાણે તેમની સ્મશાનયાત્રા ખૂબ જ દબદબાપૂર્વક નીકળી હતી. અઢારે
ગુજરાતનાં નવલિકાનરેશ શ્રી ધૂમકેતુ એ અંગેનો પોતાને અનુભવ “કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય' પુસ્તકમાં લખે છેઃ..
““હેમચંદ્ર” નું પુસ્તક લખતા હતા. એ પૂરું થવા આવેલું ને એમાં હેમચંદ્ર પોતાના મૃત્યુનું ભાવિ છ મહિના અગાઉ ભાખ્યાની વાત લખતાં મેં નીચે ટીપણ કરેલું કે –“મોટા પુરુષોનો મહિમા વધારવા આવી વાતો ચાલતી હશે...” તે પછી મારા પિતાશ્રીની માંદગીના ખબર મળ્યા. હું ગંડલ ગયો. ત્યાં ખબર પડી કે એમણે પિતાનું મૃત્યુ બરાબર પંદર દિવસ પર ભાખ્યું હતું. દવા ઉપચારની ના કહી દીધી હતી. સૌને મળવા બોલાવી લીધા હતા. તે પછી ભાખેલા દિવસે એમણે મારા હાથનું પાણી પીધું. પીને પડખું ફેરવી ગયાં. ફરી એ જાગ્યા નહિ. મેં ગંડલથી પાછા આવીને “હેમચંદ્ર' નાં કંપઝ થઈ ગયેલા પ્રોમાંથી પેલી મારી ટીપ્પણ-ટીકા કાઢી નાંખી...”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org