________________
૭૮
શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: આલમની પ્રજા આંસુભીની આંખે એ અંતિમયાત્રામાં જોડાઈ હતી. સુરતની સરકારી ફરજ પણ તેમાં સામેલ થઈ હતી. આ યાત્રા શહેરના દરેક મુખ્ય સ્થળે ફરી અશ્વીનીકુમારે પહોંચી. સ્મશાનવિધિની ઉછામણીમાં રૂા. ૮૦૦૦) ની ઉપજ થઈ હતી. એ સમાધિ પર એક સૂપ પણ બંધાવવામાં આવ્યો છે.
દેહની છેલ્લી રજકણો બળીને રાખ થઈ ગઈ ત્યારે સકલ સંઘ પાછો ફર્યો, જતાં તે જાણે જઈ નાંખ્યું હતું પણ પાછા ફરતાં સૌના પગ ભારે લાગવા માંડ્યા. જાણે એ સ્મશાનમાં સૌ કંઈક એવું મૂકીને આવ્યા હતા કે જીવન હવે સૂનું લાગતું હતું.
ચૈત્ર વદ ૧૨ ને એ દિવસ મુનિશ્રી મેહનલાલજીના જીવનને પૂરે હિસાબ જેઈ સંતેષને શ્વાસ ઘૂંટી આથમી ગયે...ત્યારે રાત્રિ નિઃશ્વાસ અને દર્દભર્યા હૈયે આંસુ સારતી આંખે કહી રહી હતી.
આજ એક એવા મહાપુરૂષે જગતમાંથી–વિદાય લીધી કે–જેણે પોતાના જીવનનું અર્થ શાસનને ચરણે ધરી દીધું હતું. આજે એ આપણી વચ્ચે નથી પણ તેમને યશ-દેહ આ સંસારમાંથી કદી નહિ ભૂંસાય. એ અજર અને અમર રહેવા સર્જાયેલે છે.”
QUAGLIGNOLA
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org