________________
પુણ્ય હજુ પરવાર્ય નથી
આમ શાસનપ્રભાવનાનાં અનેક કાર્ય થતાં થતાંમાં તે ચાતુર્માસ પૂરું થઈ ગયું. અને અમદાવાદમાં પોતાની પવિત્ર સુવાસ મૂકી તેઓ એક શુભ ચોઘડીયે વિહાર કરી ગયા.
અમદાવાદથી ઘેડે દૂર ભોંયણી એ જૈનોનું પ્રાચીન તીર્થ છે. દર વરસે હજારે યાત્રાજુઓ ત્યાં આવી ભગવાન મલ્લિનાથના દર્શન કરી પોતાના આત્માને પાવન કરે છે. અમદાવાદ સુધી તે મુનિશ્રી આવી ગયા હતા. હવે ભોંયણીની યાત્રા ન કરે તે તળાવે આવીને તરસ્યા જવા જેવું થાય. મુનિશ્રી તે પ્રભુપ્રેમના તૃષિત હતા. એ એવું શા માટે કરે ? અને તેઓ પરિવાર સહ પેથાપુર, રાંધેજા, કડી વગેરે થઈ ભેંયણ પધાર્યા. પ્રભુના દર્શન કર્યા ને પાવન બન્યા.
ત્યાં તેમને સમાચાર મળ્યાં કે પૂજ્યશ્રી રવિસાગરજી મહારાજ મહેસાણામાં બિરાજે છે. આ સમાચાર સાંભળી મુનિશ્રીને ગુણાનુરાગ ઉછળી આવ્યું. તેમનું હૈયું એ પુણ્ય વિભૂતિને મળવા અધીર બની ઊઠયું. અને ત્યાંથી વિહાર કરી તેઓ સૌ મહેસાણા આવી પહોંચ્યા.
પૂ. રવિસાગરજી મહારાજનું નામ ગુજરાતમાં ત્યારે દરેકની જીભે લેવાતું હતું. અણિશુદ્ધ ક્રિયા અને વિશુદ્ધ તેમજ ઉત્કટ ચારિત્ર્યપાલન માટે સૌ તેમની એકજીભે પ્રશંસા કરતું હતું. તે સમયના શ્રમણવર્ગમાં તેમનું એક આગવું વ્યક્તિત્વ હતું. એક અનોખી જ પ્રતિભા તેમની હતી.
આ બે પરમ વિભૂતિઓના મિલનની નોંધ લખતાં કર્મગી, અધ્યાત્મજ્ઞાન દિવાકર શ્રીમદ્ આચાર્ય દેવેશ શ્રી બુદ્ધિસાગરસૂરિ મહારાજ લખે છે કે –“પૂ. મેહનલાલજી મહારાજની સંગતિ મને સં. ૧૯૫૭ ની સાલમાં સુરતમાં થઈ હતી. તેમના સંબંધમાં આવતાં તેમનાં ઉત્તમ ગુણએ પૂજ્યતાને ખ્યાલ કરાવ્યું હતું. આ મહાત્મા અમારા ગુરુના ગુરુશ્રી મહારાજનાં દર્શન કરવા મહેસાણા પધાર્યા હતા, અને દર્શન કરી પરમ આનંદ પામ્યા હતા. અને તેઓશ્રી કહેતા હતા કે મહામુનિરાજશ્રી રવિસાગરજી જેવા કેઈ હાલના કાળમાં ચારિત્રક્રિયા પાળવામાં ઉત્તમ નથી.” સુરતના સમાગમમાં પણ તેઓશ્રીએ પરમગુરુશ્રી રવિસાગરજી મહારાજની ઘણી પ્રશંસા કરી હતી. ”
આ પ્રસંગની અહીં નેંધ લઈએ છીએ અને શ્રીમદ્ બુદ્ધિસાગરજીનું નામ લીધું છે ત્યારે તેમની સાથે સંકળાયેલો અગાઉનો એક પ્રસંગ પણ યાદ આવી જાય છે. સંવત ૧૯૫૭ નું એ વરસ હતું. આપણું ચરિત્રનાયક મુનિશ્રી ત્યારે સુરતમાં હતા, તે જ વરસમાં અને તે જ સુરતમાં ત્યારે શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ તેમના શિષ્ય પરિવાર સાથે શ્રી નગીનચંદ મેળાપચંદની વાડીએ હતા. અહીં જ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિજી મહારાજને આપણું ચરિત્રનાયકનો પ્રથમ પરિચય થયેલો. ત્યારે તેઓ આચાર્ય ન હતા. મુનિરાજશ્રી બુદ્ધિસાગરજી જ હતા. પ્રથમ જ પરિચયે તેઓ મુનિશ્રીની મોહક ને સૌમ્ય પ્રતિભાથી પ્રભાવિત બન્યા. તેમની નિઃસ્પૃહી દશા જોઈ તેમને તેમના તરફ આકર્ષણ થયું, આકર્ષણમાંથી પ્રેમ
૧ પૂ. શ્રી ચરિત્રનાયકના દેડેત્સર્ગ પ્રસંગે “જૈન” સાપ્તાહિક પિતાના તા. ૩-૮-૧૯૦૭ ના અંકમાં તેમને આપેલી શ્રદ્ધાંજલિમાંથી સાભાર ઉધૃત.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org