________________
શ્રી મોહનલાલ અર્ધશતાબ્દી ગ્રંથ: “એટલે એમ કહે કે તમે અમદાવાદ આવવાની વિનતિ કરવા આવ્યા છે, કેમ ખરું ને?”
જી હા, સાહેબ ! અમે આપને અમદાવાદ પધારવાની વિનતિ કરવા જ ખાસ આવ્યા છીએ, અને અમને શ્રદ્ધા છે કે આપ અમને નિરાશ નહિ જ કરે.”
મુનિશ્રી શું બેલે? ત્યાં તો ડી જ વારમાં “મુનિ મોહનલાલજી મહારાજની જય” બધા બોલી ઊઠ્યા.
સંવત ૧૯૦૫ નું ચાતુર્માસ અમદાવાદ થયું. ત્યારે મુનિશ્રી સાથે સત્તર ઠાણ હતા. તેમનું જ્યારે સ્વાગત કરવામાં આવ્યું ત્યારે એ તો ઠાઠ ને દમામ રાખવામાં આવ્યા હતા કે જોનારને સહેજે મુંબઈમાં થયેલ સ્વાગતની સરખામણી કરવાનું દિલ થઈ આવે!
અમદાવાદ પહેલેથી શ્રમણોનું પૂજારી છે. શ્રમણ પ્રત્યે તેમને ખૂબ જ ભક્તિભાવ રહ્યો છે. અને શ્રમણોના કામ માટે તે સદાય ઉત્સાહી રહ્યું છે. આથી જ તે અનેક શ્રમણ ભગવંતે અહીં જ્ઞાન સાધના માટે, તપસાધના માટે, ધર્મકાર્યો માટે અહીં આવીને ચાતુર્માસ કરે છે. અને અહીંથી જે મેળવે છે, જેટલું પામે છે, તેને બેવડો બદલે વાળી આપે છે. અનેક મુનિ–મહારાજે અહીં પંન્યાસ બન્યા છે, ઘણા પંન્યાસજી મહારાજે ઉપાધ્યાય થયા છે, અને અમદાવાદે ઘણાની આચાર્ય પદવીઓ એનાયત થતી જોઈ છે. મુનિશ્રી ઘણા વખતથી વિચારતા હતા કે શ્રી જશમુનિજી ને શ્રી હર્ષમુનિજી ગદ્વહન માટે યોગ્ય થયા છે અને તેમને તે કરાવવા જોઈએ. પણ ક્યાંય સુમેળ જામતું ન હતું, અને બધી બાજુને વિચાર કરતાં એ વિચાર અમલમાં આવતા જ ન હતે.
અહીં તેમણે જોયું કે સાધન છે, સગવડ છે, સમય છે, સાથ પણ છે. આથી એ વિચારને તેમણે અહીં મૂર્ત સ્વરૂપ આપ્યું. પૂ. પં. શ્રી આનંદવિજયજીની શુભનિશ્રામાં એ બે શિષ્યને મૂક્યા, અને ગદ્વહન કરાવ્યાં. આ પૂ. પં. શ્રી આનંદવિજયજી મહારાજ પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજના શિષ્ય હતા, તેમણે મન મૂકીને તેમને તે ચેગ કરાવવા શરૂ પણ કર્યા.
શિષ્યને આમ પ્રગતિનું એક સંપાન વધુ ચડાવ્યા. તે જ અરસામાં બીજી પણ એક યાદગાર ઘટના બની.
પૂ. રવિસાગરજી મહારાજના સમુદાયના પૂ. સાધ્વીજી મહારાજ શ્રી શિવશ્રીજી મુનિશ્રીના સમુદાયમાં આવવા ઈચ્છતા હતા. મુનિશ્રીની આજ્ઞામાં તેમને રહેવું હતું. મુનિશ્રીએ આ બાબતને ગંભીર વિચાર કર્યો. શા માટે ફેરફાર કરવા માંગે છે એની સઘળી જાણ પણ કરી. પરંતુ એવું કંઈ જ અઘટિત ન હતું. માત્ર તેમની પ્રતિભાથી અંજાઈને જ તે તેમની આજ્ઞામાં આવવા માંગતા હતા. મુનિશ્રીએ તેમને પોતાના સમુદાયમાં લઈ લીધા. આમ અમદાવાદમાં મુનિશ્રીના સાથ્વી પરિવારની ગંગોત્રી શરૂ થઈ.
આ ઉપરાંત શેઠશ્રી લાલભાઈ દલપતભાઈના માતુશ્રી ગંગાબાઈએ મુનિશ્રી પાસે શ્રાવિકા– ધર્મના બારવ્રતનાં પચ્ચકખાણ લીધાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org